મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ગોવિંદા શિવસેના (Actor Govinda Join Shiv Sena)માં જોડાયા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે રાજનીતિ છોડ્યા પછી વિચાર્યુ હતું કે ફરી રાજકારણમાં નહીં આવું પણ...
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
Actor Govinda Join Shiv Sena: અભિનેતા ગોવિંદા ગુરુવારે શિવસેનામાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીના સભ્યપદ તરીકે શપથ લીધાં. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે શિંદેની પાર્ટી તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જો આમ થશે તો તે શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડશે.
આ પહેલા બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ 2004માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને 48,271 મતોથી હરાવ્યા.
ADVERTISEMENT
તસવીરો આવી સામે
ગુરુવારે સીએમ એકનાથ શિંદેએ ગોવિંદાને પાર્ટીની સદસ્યતા આપી, જેની તસવીરો પણ સામે આવી છે. પાર્ટીમાં જોડાયા બાદ ગોવિંદાએ કહ્યું, `મેં વિચાર્યું હતું કે હું ફરી રાજકારણમાં નહીં આવીશ, પરંતુ હવે હું શિવસેનામાં જોડાઈ રહ્યો છું અને મારા માટે તે ભગવાનનો આશીર્વાદ છે.` તે જ સમયે આ દરમિયાન અભિનેતાએ સીએમ એકનાથ શિંદેના પણ વખાણ કર્યા.
#WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO
— ANI (@ANI) March 28, 2024
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા જ ઘણા પ્રખ્યાત ચહેરાઓ પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સીરિઝમાં મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે કપૂર પરિવારના બે મોટા ચહેરા રાજકારણમાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી કંગના રનૌત ભાજપમાં જોડાઈ તો રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અરુણ ગોવિલ પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
આ ઉપરાંત વચ્ચે એવી અટકળો હતી કે અભિનેતા રણદીપ હૂડ્ડા પણ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. કહેવામાં આવી રહ્યું હતું કે રણદીપ હૂડા ભાજપની ટિકિટ પર હરિયાણાથી લોકસભા ચૂંટણી લડી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું રણદીપ હૂડા રોહતક લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે. રણદીપ (Actor Randeep Hooda)મૂળ હરિયાણાના રોહતકનો છે. પરંતુ બાદમાં એવા સમાચાર આવ્યાં કે તે રાજનીતિમાં પ્રવેશ નહીં કરે.