બૃહ્ન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) મુલુંડ વેસ્ટમાં મહારાણા પ્રતાપ ચોક પર સ્કાયવૉક બનાવવા જઈ રહી છે. આની કુલ લંબાઈ 451.16 મીટર હશે. જ્યારે બ્રિજની પહોંળાઈ 3 મીટરની હશે.
Mumbai
ફાઈલ તસવીર
બૃહ્ન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) મુલુંડ (Mulund) વેસ્ટમાં મહારાણા પ્રતાપ ચોક પર સ્કાયવૉક બનાવવા જઈ રહી છે. આની કુલ લંબાઈ 451.16 મીટર હશે. જ્યારે બ્રિજની પહોંળાઈ 3 મીટરની હશે. આમાં પાઇલ ફાઉન્ડેશન સિસ્ટમનો ઉપયોગ થશે. સાથે જ આમાં એડવાન્સ એસ્કેલેટર પણ લગાડવામાં આવશે.
મુલુન્ડ (Mulund) વેસ્ટમાં મહારાણા પ્રતાપ ચોક પર બીએમસી (BMC) સ્કાયવૉક બનાવશે. આથી નાગરિકોને હવે રોડ ક્રૉસ કરવાની જરૂર નહીં પડે. આ સ્કાયવૉક બેસ્ટ બસ ડિપો અને આગામી મેટ્રો સ્ટેશનને જોડશે. બીએમસી (BMC) બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ ઇજનેર સંજય કૌંડન્યાપુરેએ જણાવ્યું કે પ્રસ્તાવિત સ્કાયવૉકની કુલ લંબાઈ 451.16 મીટર અને પહોંળા 3 મીટર હશે. બ્રિજનું નિર્માણ પાયલ ફાઉન્ડેશન પદ્ધતિથી કરવામાં આવશે. બ્રિજ નિર્માણમાં 125 મિમી મોટી કૉંક્રીટ ડેક સ્લેબની સાથે સ્ટીલ કમ્પોઝિટ પ્લેટ ગર્ડર લગાડવામાં આવશે. અહીં આધુનિક એસ્કેલેટર લગાડવામાં આવશે અને સીડીઓ પર એન્ટિ-સ્કિપ ટાઈલ્સ સ્લેબ લગાડવામાં આવશે. સ્કાયવૉકના છતનું નિર્માણ પર પૉલિપ્રોપાઈલીન શીટનો ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
બીએમસી (BMC) કમિશનર આઈ એસ ચહલના નેતૃત્વમાં બીએમસી મુંબઈમાં બધા રસ્તા ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીએમસી મુંબઈમાં (Mumbai) ટ્રાફિકની (Mumbai Traffic) સમસ્યાને દૂર કરવા માટે મોટા પાયે સ્કાયવૉક અને પુલ બનાવવાની યોજનાઓ પર કામ કરી રહી છે. બીએમસીના વધારાના કમિશનર પી. વેલરાસૂએ કહ્યું કે મુલુન્ડ (પશ્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર ઘણીવાર ટ્રફિક જામ રહે છે, કારણકે અહીં બધાં રસ્તા મળે છે. સતત વાહનોનાં આવાગમનથી રાહગીરોને રસ્તા ક્રૉસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં નજીકમાં જ બેસ્ટ ડેપો પણ છે. આથી અહીં મોટી સંખ્યામાં પગપળાં રોડ ક્રૉસ કરે છે, જેથી દુર્ઘટનાની શક્યતા વધી જાય છે.
બીએમસીએ (BMC) છેલ્લા કેટલાક દિવસથી રોડ પર પગપાળાં ચાલનારાની સંખ્યા અને ગાડીઓના આવાગમનનો સર્વે કરવામાં આવ્યો. એક કન્સલ્ટન્સી ફર્મના માધ્યમે એક રિપૉર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જુદાં-જુદાં ઉપાયો અને વિકલ્પો વિશે વિચાર કર્યા બાદ બીએમસીએ (BMC) મહારાણા પ્રતાપ જંક્શન પર પગપાળાં પ્રવાસીઓ માટે સ્કાયવૉક બનાવવાનો નિર્ણય લીધો છે. આ સ્કાયવૉક દ્વારા નિયમિત રીતે આવ-જા કરતાં પગપાળાં યાત્રીઓને મદદ મળશે. સાથે જ, પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશન (Metro Station) સાથે જોડાયેલા સ્કાયવૉક થકી રસ્તા પર પગપાળાં ચાલતા પ્રવાસીઓની ભીડ પણ ઘટશે.
આ પણ વાંચો : Gujarat: પોતાની સાથે લગ્ન કરનાર ક્ષમા બિન્દુએ સેલિબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી
સ્કાયવૉકની ખાસ વાતો
- કુલ લંબાઈ 451.16 મીટર
- બ્રિજની પહોળાઈ 3 મીટર
- પાઇલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ
- 125 એમએમના કૉંક્રીટ ડેક સ્લેબ
- સ્ટીલ કમ્પોઝિટ પ્લેટ ગર્ડર
- આધુનિક એસ્કેલેટર પર લગાડાશે.
- સીડીઓ પર એન્ટિ-સ્કિપ ટાઈલ્સ સ્લેબ
-પૉલિપ્રપાઈલીન શીટવાળી સીલિંગ