આ દોડ સીએમએસટી સ્ટેશન સામે આવેલા મુંબઈ મહાનગરપાલિકાના હેડક્વૉર્ટરથી થશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું હતું. એમાં સ્વાસ્થ્ય, વ્યાયામ, વિવિધ રમતો પ્રત્યે લોકોમાં જાગૃતિ અને દેશી રમતોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થતો હતો. આ અભિયાન હેઠળ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાફ મૅરથૉનનું આયોજન કરાય છે. આ વખતે એ દોડ ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં યોજાવાની છે. એમાં ૩ કિલોમીટર, પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની દોડ લગાવવાની હોય છે. એ રન પહેલાં એની તૈયારીરૂપે પ્રોમો રનનું આયોજન કરવામાં આવે છે જે આ વખતે ૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને આયોજિત કરાશે. ૧૦ કિલોમીટરની દોડ સવારે ૭ વાગ્યે, પાંચ કિલોમીટરની ૭.૧૫ વાગ્યે અને ૩ કિલોમીટરની ૭.૩૦ વાગ્યે શરૂ થશે. આ દોડ સીએમએસટી સ્ટેશન સામે આવેલા મુંબઈ મહાનગરપાલિકાના હેડક્વૉર્ટરથી થશે.