બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એના ૨૦૨૪-’૨૫ના પ્રૉપર્ટી-ટૅક્સના ટાર્ગેટને અચીવ કરવા એપ્રિલ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધીનાં પ્રૉપર્ટી-ટૅક્સનાં બિલ મોકલવાનું ચાલુ કરી દીધું છે.
પ્રૉપર્ટી-ટૅક્સ સમયસર નહીં ભરો તો દર મહિને બે ટકા દંડ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એના ૨૦૨૪-’૨૫ના પ્રૉપર્ટી-ટૅક્સના ટાર્ગેટને અચીવ કરવા એપ્રિલ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધીનાં પ્રૉપર્ટી-ટૅક્સનાં બિલ મોકલવાનું ચાલુ કરી દીધું છે. ડિસેમ્બર ૨૦૨૪ પ્રૉપર્ટી-ટૅક્સ ભરવાની અંતિમ મુદત હોવાથી એ પછી જે લોકો કે સોસાયટીઓ પ્રૉપર્ટી-ટૅક્સ ભરશે તેમને દર મહિને બે ટકા દંડ લગાડવામાં આવશે.
પ્રૉપર્ટી-ટૅક્સમાં કોઈ પણ જાતનો વધારો ન કરતાં પ્રૉપર્ટી-ટૅક્સનાં બિલ મોકલવામાં આવે એવો આદેશ હાલમાં જ રાજ્ય સરકારે BMCને આપ્યો છે. એથી હવે BMCએ પ્રૉપર્ટી-ટૅક્સનાં બિલ મોકલવાનું શરૂ કર્યું છે. પ્રૉપર્ટી-ટૅક્સનું નિયમિત પેમેન્ટ કરનારાઓને તો બિલ મોકલાયાં જ છે, પણ જે લોકો સમયસર પેમેન્ટ નથી કરતા અને જેમણે પહેલાંનાં બિલ પણ નથી ભર્યાં એ લોકોને પણ તેમના બાકીના બિલની રકમ વહેલી તકે ભરવા માટે નોટિસો મોકલાઈ રહી છે.
ADVERTISEMENT
આ વર્ષે BMCએ ૬૬૫૦ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ કલેક્ટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એ માટે ૯.૨૨ લાખ પ્રૉપર્ટી-હોલ્ડરોને બિલ મોકલવામાં આવ્યાં છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનાં બિલ ૩૧ ડિસેમ્બર સુધીમાં ભરી દેવાનાં હોય છે, જ્યારે સપ્ટેમ્બરથી ૩૧ માર્ચ સુધીનાં બિલ ઍડ્વાન્સમાં ભરવાનાં હોય છે. એ માટેની મુદત પણ ૩૧ ડિસેમ્બર જ આપવામાં આવે છે. એમ છતાં ઘણા લોકો પ્રૉપર્ટી-ટૅક્સ સમયસર ભરતા નથી એટલે એ પછી તેમને એ માટે નોટિસ મોકલવામાં આવતી હોય છે. જોકે હવે પછી સમયસર પ્રૉપર્ટી-ટૅક્સ ન ભરનારાઓ પાસેથી દર મહિને બે ટકાનો દંડ વસૂલ કરવામાં આવશે એમ BMCએ જણાવ્યું છે.
6650
આ વર્ષે BMCએ આટલા કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ કલેક્ટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.