Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીએમસી શરૂ કરશે ત્રણ CBSC સ્કૂલો, અનેક વાલીઓને મોંધીદાટ ફીમાંથી મળશે રાહત

બીએમસી શરૂ કરશે ત્રણ CBSC સ્કૂલો, અનેક વાલીઓને મોંધીદાટ ફીમાંથી મળશે રાહત

Published : 22 June, 2023 04:23 PM | Modified : 22 June, 2023 04:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ બાબતે બીએમસી ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ માત્ર બે જ દિવસમાં સિવિક શિક્ષણ વિભાગને 363 અરજીઓ મળી હતી. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા 26 જૂન સુધી ચાલુ રહેશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


નોન-સ્ટેટ બોર્ડ અભ્યાસક્રમને મળેલા જબરજસ્ત પ્રતિસાદને કારણે બીએમસી શૈક્ષણિક વર્ષ 2023-2024માં વધુ ત્રણ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) શાળાઓ ઉમેરશે. આ બાબતે બીએમસી ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ માત્ર બે જ દિવસમાં સિવિક શિક્ષણ વિભાગને 363 અરજીઓ મળી હતી. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા 26 જૂન સુધી ચાલુ રહેશે.


પ્રાપ્ત માહિતી મુજબ અનિક વિલેજ - જીજામાતા નગર, મુંબઈ પબ્લિક સ્કૂલ, આશિષ તલાવ (વડવલી) અને કાંદિવલીમાં એમ. જી. ક્રોસ રોડ નંબર 1 ખાતે નવી બાંધવામાં આવેલી શાળાની ઇમારતોને સીબીએસસી બોર્ડની શાળાઓ શરૂ કરવાની વહીવટી મંજૂરી મળી છે.



આ આવનારી શાળાઓ નર્સરીથી પહેલા ધોરણ સુધીની રહેશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 19 જૂનથી શરૂ થઈ હતી અને 26 જૂનની મધ્યરાત્રિ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે લોટરી પદ્ધતિ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, "મિશન એડમિશન દરમિયાન અમે અવલોકન કર્યું કે વધુ વાલીઓ તેમના બાળકો માટે નોન-સ્ટેટ બોર્ડ સ્કૂલોમાં એડમિશન લેવા ઇચ્છુક છે. વાલીઓ તરફથી વધુ પૂછપરછ CBSE સ્કૂલો માટે થતી હતી. તેથી અમે નવી સ્કૂલ બિલ્ડિંગમાં છ CBSE સ્કૂલો શરૂ કરવાની યોજના બનાવી હતી. જોકે હાલમાં અમને ફક્ત 3 માટે જ મંજૂરી મળી છે"


રાજ્ય-બોર્ડની શાળાઓ ઉપરાંત સિવિક બોડી 11 CBSE, એક ઇંડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન(ICSE), ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (IGCSE) અને ઇન્ટરનેશનલ બેકલોરરેટ (IB) સ્કૂલ પણ ચલાવે છે. 

દરેક નાગરિક સંચાલિત CBSE શાળા માટે 40 બેઠકો છે. જેમાંથી 10% સંચાલકની ભલામણ પર ભરવામાં આવે છે. જ્યારે 5% નાગરિક કર્મચારીઓના બાળકો માટે અનામત રાખવામાં આવે છે અને 34 બેઠકો જાહેર જનતા માટે ખુલ્લી રાખવામાં આવે છે.


નાગરિક સત્તાવાળાઓએ વાલીઓને BMCની સત્તાવાર વેબસાઇટ https://www.mcgm.gov.in/irj/portal/anonymous/qlSchool પર જઈને તેમની અરજી સબમિટ કરવા અપીલ કરી છે.

વર્ષ 2007થી બીએમસી તેના વિદ્યાર્થીઓને શાળા ખુલ્યાના પ્રથમ દિવસે 27 પ્રકારની વસ્તુઓ પ્રદાન કરે છે. જેમાં શાળાના પુસ્તકો તેમજ શાળાની નોટબુક, છત્રી, રેઈનકોટ, પાણીની બોટલ, પેન્સિલ, નોટબુક અને ગણવેશ સહિતની અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. જૂનમાં શાળાના પહેલા દિવસે વિદ્યાર્થીઓને આ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનો નિયમ છે. પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓને સમયસર સામગ્રી મળતી નથી. આ વિશે BMCના જોઈન્ટ કમિશનર અજીત કુમ્હરે એક સમાચાર એજન્સીને કહ્યું હતું કે, “કોઈપણ સંજોગોમાં અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શૈક્ષણિક સામગ્રીના વિતરણમાં કોઈ વિલંબ ન થાય. તમામ સામગ્રી વિદ્યાર્થીઓને 15 થી 30 જૂન સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે."

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK