મુંબઈમાં વારંવાર અકસ્માત થતા હોય એવા ૨૦ બ્લૅક સ્પૉટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શોધી કાઢ્યા છે અને અકસ્માતો રોકવા હવે સુધરાઈ સજ્જ બની છે
બીએમસી (ફાઈલ તસવીર)
મુંબઈમાં વારંવાર અકસ્માત થતા હોય એવા ૨૦ બ્લૅક સ્પૉટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શોધી કાઢ્યા છે અને અકસ્માતો રોકવા હવે સુધરાઈ સજ્જ બની છે. મહાનગરપાલિકાએ એક બિનસરકારી સંગઠન અને મુંબઈ ટ્રાફિક પોલીસની મદદથી એક યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો છે જેનાથી આ સ્થળે થતા અકસ્માતોને નિવારી શકાય. ત્રણ સ્થળો માટે ઉપાય-યોજના તૈયાર કરી દેવાઈ છે અને આ સ્થળે કામ કરવા માટે ટ્રાફિક પોલીસે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપી દીધું છે. આ યોજના તૈયાર કરતાં પહેલાં આ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ સ્થળો પર અકસ્માતો રોકવા એ મૂળ ઉદ્દેશ છે. આ માટે સંબંધિત સ્થળે કામકાજની શરૂઆત થઈ છે. બીજાં ૧૭ બ્લૅક સ્પૉટ માટે ઉપાય-યોજના બનાવવામાં આવી રહી છે. કેટલાંક સ્થળોએ મેટ્રો રેલવેના કામ ચાલુ હોવાથી એ એજન્સીને પણ આ કાર્યમાં સામેલ કરવામાં આવી છે.