સોમવાર સુધી સાત ડૅમોમાં ૧.૬૭ લાખ મિલ્યન લિટર પાણી છે જે કુલ ક્ષમતાના ૧૧.૫૮ ટકા છે
ભાતસા ડૅમમાં પાણીનો સ્ટૉક ૧.૪૨ લાખ મિલ્યન લિટર હતો (ફાઇલ ફોટો)
રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હસ્તક ભાતસા અને મિડલ વૈતરણા ડૅમનાં રિઝર્વ પાણીમાંથી ૧.૫ લાખ મિલ્યન લિટર પાણીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. શહેરમાં ઑગસ્ટ મહિના સુધી ચાલે એટલો પાણીપુરવઠો હોવાથી હાલ કોઈ પાણીકાપ લાદવામાં નહીં આવે.
સોમવાર સુધી સાત ડૅમોમાં ૧.૬૭ લાખ મિલ્યન લિટર પાણી છે જે કુલ ક્ષમતાના ૧૧.૫૮ ટકા છે. પહેલી જૂનના રોજ ‘મિડ-ડે’એ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ગયા સપ્તાહે જ સુધરાઈના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીએ કહ્યું હતું કે હાલ અમારી પાસે પાણીનો પૂરતો જથ્થો છે. એથી પાણીકાપ વિશે વિચારવાની જરૂર નથી. અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે જો રાજ્ય સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી ન હોત તો પાણીકાપ લાદવો પડ્યો હોત. હાલ પાણીનો સ્ટૉક ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી ઓછો છે. ૨૦૨૧ અને ૨૦૨૨માં એ અનુક્રમે ૧૩.૪૩ ટકા અને ૧૫.૮૩ ટકા હતો. તળાવોની કુલ ક્ષમતા ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર છે.
ADVERTISEMENT
તળાવમાં પાણીનો સ્ટૉક
તળાવ પાણી
અપર વૈતરણા ૭૫,૦૦૦ (રિઝર્વ સ્ટૉકમાં)
મોદક સાગર ૩૪,૦૨૮
તાનસા ૩૩,૫૬૮
મિડલ વૈતરણા ૨૩,૨૩૦
ભાતસા ૧,૪૨,૪૦૬
વિહાર ૭૨૦૨
તુલસી ૨૪૭૬
કુલ ૨,૪૨,૫૪૯ અબજ લિટર
નોંધ: તમામ આંકડાઓ મિલ્યન લિટરમાં