BMC દ્વારા મધ્ય મુંબઈ અને પશ્ચિમનાં પરાંઓમાં હવે પે ઍન્ડ પાર્ક સુવિધાઓ ઊભી કરાશે
પ્રતીકાત્મક તસવીર
કેટલાક મૉલ્સ, હોટેલ, કમર્શિયલ પ્રિમાઇસિસે એના મંજૂર કરાવેલા પ્લાનમાં પાર્કિંગ દર્શાવેલું હોય છે, પણ એ જગ્યાનો પછી કમર્શિયલ ઉપયોગ કરાતો હોય છે. તેમની સામે કડક હાથે કામ લેવામાં આવે એવો આદેશ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કમિશનર ભૂષણ ગગરાણીએ ૨૪ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરને આપ્યો છે.
BMC દ્વારા મધ્ય મુંબઈ અને પશ્ચિમનાં પરાંઓમાં હવે પે ઍન્ડ પાર્ક સુવિધાઓ ઊભી કરાશે. એમાંથી BMC કમાણી કરવાનો ઉદ્દેશ નથી ધરાવતી, પણ લોકોને પાર્કિંગની પ્રૉપર સુવિધા મળી રહે એ એનો ઉદ્દેશ છે એમ તેમણે જણાવ્યું હતું. ગેરકાયદે પાર્કિંગ, રસ્તા પર આડેધડ પાર્ક કરાતાં વાહનો સામે કાર્યવાહી થવી જોઈએ તો ટ્રાફિક પોલીસની મદદ લેવામાં આવે એમ પણ તેમણે દરેક વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરને કહ્યું હતું.