Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રસ્તાઓને આજે રસ્તો દેખાડી દેશે બીએમસી?

રસ્તાઓને આજે રસ્તો દેખાડી દેશે બીએમસી?

Published : 04 February, 2023 07:50 AM | IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

આજે મોકો છે ચહલસાહેબ પાસે, જ્યારે તેઓ બીએમસીનું બજેટ રજૂ કરશે : રોડ અને પુલની આગળ વધીને હેલ્થ, પાણી, ગટર અને પર્યાવરણ જેવી મહત્ત્વની બાબતો પર ધ્યાન આપશે તો જ મુંબઈગરાનું ભલું થશે

બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ

BMC

બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ



મુંબઈ : બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ આજે વાર્ષિક બજેટ રજૂ કરશે જે લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું હોવાની ધારણા છે. હવે એ જોવાનું છે કે બીએમસીના બજેટમાં આ વખતે રસ્તાઓ અને બ્રિજના કામ સિવાય પણ કંઈ હશે ખરું? છેલ્લા બે દશકાથી બીએમસી એના માળખાકીય બજેટનો મોટા ભાગનો હિસ્સો રસ્તાઓ પર ખર્ચ કરે છે; જ્યારે હૉસ્પિટલ, પાણીનું નેટવર્ક, સ્યુએજ નેટવર્ક તથા પર્યાવરણ ઉપેિક્ષત હોય એમ એમના પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. 
બીએમસીના કમિશનરનું બજેટ પ્રત્યેક વર્ષે ૧૦થી ૧૫ ટકા જેટલું વધે છે. ગયા વર્ષે બીએમસીનું બજેટ ૪૫,૯૪૯ કરોડ રૂપિયાનું હતું. જો આ જ વલણ કાયમ રહ્યું તો આ વર્ષે બીએમસીનું બજેટ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં ઉપર જઈ શકે છે. 


ગયા વર્ષે ૪૫,૯૪૯ કરોડ રૂપિયામાંથી ૨૨,૬૪૬ કરોડ રૂપિયાનો મોટો હિસ્સો માળખાકીય કાર્યો માટે ફાળવવામાં આવ્યો હતો. જોકે સુધરાઈએ ડિસેમ્બર ૨૦૨૨ સુધીના નવ મહિનામાં માત્ર ૮,૩૯૮ કરોડ રૂપિયાનો જ ખર્ચ કર્યો હતો. એમાંથી ૩૫,૪૦ કરોડ રૂપિયા એટલે કે ૪૨ ટકા રકમ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સહિત રોડ અને બ્રિજ પર વપરાઈ હતી. 
અન્ય માળખાકીય પ્રોજેક્ટ અભરાઈએ ચડાવાયા હતા. ડિસેલિનેશન પ્રોજેક્ટ, સેન્ટર ફૉર મુંબઈ ક્લાઇમેટ ઍક્શન પ્લાન અને નદીના કાયાકલ્પ પ્રોજેક્ટ્સ જેવા પ્રોજેક્ટ્સનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જ્યારે હૉસ્પિટલના લિનનને ધોવા માટે ટનલ લૉન્ડ્રી અને દેવનાર કતલખાનાના સુધારણાના પ્રોજેક્ટ્સ હજી શરૂ થયા નથી. સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (૧,૩૪૦ કરોડ રૂપિયા), હૉસ્પિટલોના વિકાસ (૨,૫૧૦ કરોડ રૂપિયા) અને સૅનિટેશન કામદારો માટે રહેઠાણના અન્ય પ્રોજેક્ટ્સ જેના મોટી રકમની ફાળવણી કરવામાં આવી હતી એમાં પણ ખાસ કામ આગળ વધ્યું નથી. 



બીએમસીમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે ‘અંદાજિત ખર્ચનું કદ વધી રહ્યું હોવા છતાં નાણાકીય વર્ષના અંતે ખર્ચ ૭૦ ટકાથી વધુ થતો નથી એ એક કડવું સત્ય છે અને ખર્ચવામાં આવેલાં નાણાંનો મોટો હિસ્સો રસ્તાઓ અને પુલો પર જાય છે. આ યોગ્ય સમય છે કે બીએમસી ઘનકચરા વ્યવસ્થાપન, ગટર નેટવર્ક, આરોગ્ય અને પાણીપુરવઠા જેવાં અન્ય માળખાકીય કાર્યો માટે મોટી જોગવાઈઓ રાખે જે સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે.’ 
જોકે રાજ્યમાં શાસક પક્ષના વિવિધ રાજકીય નેતાઓની માગણીઓને જોતાં આ વર્ષે પણ બીએમસીનું બજેટ રસ્તાના કૉન્ક્રીટાઇઝેશન, કોસ્ટલ રોડ અને સુશોભીકરણ પ્રોજેક્ટ્સ માટે જ ખર્ચાય એવી શક્યતા છે. જોકે બજેટમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ત્રણ સ્પેશ્યલિટી હૉસ્પિટલના અપગ્રેડેશન અને બાંધકામના પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવશે, કેમ કે વડા પ્રધાન મોદીએ શરૂ કર્યા છે. 


મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવાની ગુણવત્તા જાળવવા તેમ જ પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે દિલ્હી, ગુડગાંવ અને લખનઉની જેમ મુંબઈમાં પણ ઍર પ્યુરિફાયર ટાવર્સ સ્થાપવા જણાવ્યું હોવાથી પર્યાવરણીય પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવી શકે છે. 
મુખ્ય પ્રધાને શહેરી વનીકરણ વધારવા માટે પગલાં લેવા વિશે પણ વાત કરી હતી; જ્યારે બીજેપીના મુંબઈના વડા આશિષ શેલારે પ્રદૂષણનો સામનો કરવાનાં પગલાં તરીકે ઍર ક્વૉલિટી મૉનિટરિંગ કમિશન, રેસ્ટોરાંના કિચનમાં કોલસા અથવા લાકડાં પર પ્રતિબંધ, અભ્યાસ કરવા માટે એક આઇઆઇટી સમિતિની નિમણૂક સહિત સમય-બાઉન્ડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાનનું સૂચન કર્યું છે.

ગયા વર્ષે મહાવિકાસ આઘાડી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં એ સમયના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના સૂચન મુજબ પર્યાવરણને લગતાં વિવિધ પગલાં લેવામાં આવ્યાં હતાં. 
એક તરફ અનેક મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત થવાની શક્યતા છે તો બીજી તરફ શહેરીજનો માટે નવા ટૅક્સ લાગુ કરવામાં નહીં આવે. બંને સરકાર - હાલની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર - તેમ જ ગયા વર્ષની એમવીએ સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારાની દરખાસ્તને મંજૂર કરી નથી. આવતા વર્ષે સુધરાઈની ચૂંટણી જાહેર થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં શહેરના નાગરિકોએ કોઈ નવા વેરાનો સામનો નહીં કરવો પડે. જોકે જોગવાઈ મુજબ જૂન મહિનામાં પાણી અને સ્યુએજ ટૅક્સ વધારવામાં આવશે. 
બીએમસીએ ૨૮ જાન્યુઆરી સુધી શહેરીજનો પાસેથી બજેટ માટે સૂચનો મગાવ્યાં હતાં. યોગ્ય સૂચનોને બજેટમાં સામેલ કરવામાં આવશે એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 07:50 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK