BMC Budget 2024 Highlights: બીએમસીએ આજે મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરી દીધું છે. આ વર્ષે 2024-25 માટે 59954.75 કરોડનું બજેટ કરવામાં આવ્યું છે.
બીએમસી (ફાઈલ ફોટો)
BMC Budget 2024 Key Highlights: બીએમસીએ આજે મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરી દીધું છે. આ વર્ષે 2024-25 માટે 59954.75 કરોડનું બજેટ કરવામાં આવ્યું છે.
BMCએ આજે મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરી દીધું છે. બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે બજેટ રજૂ કર્યું છે. મુંબઈ મહાનગર પાલિકા 2024-25નું બજેટ આ વખતે 59954.75 કરોડ રૂપિયાનું છે. આને 10.50 ટકા વધારવામાં આવ્યું છે. ગયા વર્ષે આ બજેટ 52,000 કરોડ હતું. આને 7 હજાર કરોડ રૂપિયા આ વર્ષના બજેટમાં વધારવામાં આવ્યા છે. 2023-24માં શિક્ષા બજેટ 3027.13 કરોડ હતું આ વર્ષે 3167.63 કરોડ છે.
ADVERTISEMENT
બજેટમાં શું છે ખાસ?
1. આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં 1500 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ બજેટ રૂ. 6000 કરોડ હતું.
2. મહારાષ્ટ્ર બહારથી આવતા દર્દીઓ માટે "અલગ ફી માળખું" લાગુ કરવામાં આવશે. BMC હોસ્પિટલોમાં બહારથી આવતા દર્દીઓ માટે તમામ સુવિધાઓ છે પરંતુ આ વર્ષે બહારથી આવતા દર્દીઓ માટે અલગ માળખું બનાવવામાં આવશે અને તેના પર અભ્યાસ કરવામાં આવશે. કુલ ત્રણ અલગ-અલગ સ્ટ્રક્ચર હશે, એક મહારાષ્ટ્રથી આવતા દર્દીઓ માટે, બીજું મુંબઈ બહારના દર્દીઓ માટે અને ત્રીજું મુંબઈના દર્દીઓ માટે.
3. બેસ્ટના વિકાસ માટે રૂ. 928.65 કરોડ. આ વર્ષે મુંબઈ શહેરમાં 2000 ઇલેક્ટ્રિક બસો લાવવામાં આવશે.
4. આ વર્ષે મુંબઈ કોસ્ટલ રોડ માટે 2900 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગોરેગાંવ મુલુંડ લિંક રોડ માટે 5.1870 કરોડ.
6. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ટ્રાફિક સિગ્નેજ, સ્ક્રેપયાર્ડ, પાર્કિંગ એપ અને પાર્કિંગ ઈન્ફ્રા, એરિયા ટ્રાફિક કંટ્રોલ માટે કુલ રૂ. 3200 કરોડની રજૂઆત કરવામાં આવી છે.
7. વર્સોવાથી દહિસર સુધી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 2960 કરોડ. (BMC Budget 2024 Key Highlights)
8. BMC હોસ્પિટલો, દવાખાનાઓ, HBT ક્લિનિક્સ અને અન્ય ઘણી આરોગ્ય સુવિધાઓમાં વધુ સારી સુવિધાઓ માટે આ વર્ષે રૂ. 1716.85 કરોડની રજૂઆત કરવામાં આવી રહી છે, જે ગયા વર્ષે રૂ. 1384 કરોડ હતી.
9. ઘન કચરા વ્યવસ્થાપન માટે આ વર્ષે 168 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
10. BMC એ મહાનગર ગેસ લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. દેપનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં BIO CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને કચરામાંથી CNG બનાવવામાં આવશે. આ માટે બજેટમાં 230 કરોડ રૂપિયા રજુ કરવામાં આવ્યા છે.
11. પર્યાવરણ અને વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બજેટમાં રૂ. 178 કરોડની રજૂઆત કરવામાં આવી હતી.
12. આ વર્ષે વીરમાતા જીજાબાઈ ઝૂમા મગર અને ગોરીલા લાવવામાં આવશે. થીમ આધારિત ગાર્ડન પણ બનાવવામાં આવશે. આ વર્ષે આ માટે 74 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
13. મુંબઈ ફાયર બ્રિગેડ માટે આ વર્ષે ફાયર ડ્રોન ખરીદવામાં આવશે, રોબોટિક લાઈફસેવિંગ બાયસ ખરીદવામાં આવશે. આ માટે રૂ. 235 કરોડની રજૂઆત કરવામાં આવી છે.
14. મહિલા સુરક્ષા અભિયાન અંતર્ગત બજેટમાં 100 કરોડ રૂપિયા રજૂ કરાયા.
15. મુંબઈ ગંદા પાણીના નિકાલ પ્રોજેક્ટ માટે આ વર્ષે રૂ. 5045 કરોડ રજૂ કરાયા. ગયા વર્ષે તે 2560 કરોડ રૂપિયા હતો.