મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પર નિશાનો સાધતા કહ્યું કે બૃહ્ન્મુંબઈ મહાનગર પાલિકા કેટલાક લોકોની `ખાનગી સંપત્તિ` બની ગઈ છે, પણ હાલની રાજ્ય સરકાર આને લોકોને પાછી સોંપી રહી છે.
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રના (Maharashtra) ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શનિવારે ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) નેતૃત્વવાળી શિવસેના (Shiv Sena) પર નિશાનો સાધતા કહ્યું કે બૃહ્ન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) કેટલાક લોકોની `ખાનગી સંપત્તિ` (Private Property) બની ગઈ છે, પણ હાલની રાજ્ય સરકાર (State Government) આને લોકોને પાછી સોંપી રહી છે.
તેમણે એ પણ કહ્યું કે અનિયમિતતા અટકાવવા માટે શહેરમાં પાક્કા રસ્તાના નિર્માણની સેટેલાઈટના માધ્યમે દેખરેખ કરવામાં આવશે. બીએમસીમાં છેલ્લા 25 વર્ષથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સત્તામાં હતી.
ADVERTISEMENT
ફડણવીસ `મુંબઈ સૌંદર્યીકરણ પરિયોજના`ના ભાગ તરીકે શહેરના પૂર્વી અને પશ્ચિમીી ઉપનગરોમાં બીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલી 500 પરિયોજનાઓના શુભારંભના અવસરે બોલી રહ્યા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અંધેરીમાં અંધેરી સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આ પ્રૉજેક્ટ્સની શરૂઆત કરી.
આ વર્ષે જૂનમાં શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 વિધેયકોના વિદ્રોહ બાદ ઉદ્ધવ ઠાકરેના પદ પરથી ખસ્યા બાદ શિંદેએ રાજ્યના મુખ્યમંત્રીનો પદ સંભાળ્યો હતો.
આ પણ વાંચો : Mumbai: સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ 11 ડિસેમ્બર માટે જાહેર કર્યો મેગાબ્લૉક
ફડણવીસે શિંદેના નેતૃત્વવાળી સરકારને `જનતા સમર્થક` જાહેર કરતા કહ્યું, "આ વ્યવસ્થા ન તો નગર નિગમને પોતાની સંપત્તિ બનાવવા માગે છે અને ન તો આનાથી કોઈ સંપત્તિ બનાવવામાં કોઈ રસ છે."
આ પણ વાંચો : બાબાસાહેબ આંબેડકરને લઈને ચંદ્રકાંત પાટિલની ટિપ્પણી થકી મહારાષ્ટ્રમાં વિવાદ