BMC bans use of coal-fired tandoor ovens in Mumbai: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને હૉટેલ સંચાલકોને 7 જુલાઈ સુધીમાં કોલસાથી ચાલતા તંદૂર ઓવનને ઇલેક્ટ્રિક ઉપકરણોથી બદલવાનો નિર્દેશ આપ્યો છે. જો આ નિર્ણયનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
કી હાઇલાઇટ્સ
- કોલસાના તંદૂર અને ઓવનનો ઉપયોગ પર હવે પ્રતિબંધિત મૂકવામાં આવ્યો
- હાઈ કોર્ટના આદેશ બાદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ સંદર્ભે કાર્યવાહી કરી
- 7 જુલાઈ સુધીમાં કોલસાથી ચાલતા તંદૂર ઓવનને ઇલેક્ટ્રિક ઉપકરણોથી બદલવાનો નિર્દેશ
મુંબઈમાં હૉટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાના માલિકો માટે એક મહત્ત્વના અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માલિકો સાથે આ સમાચારથી હૉટેલોમાં ગ્રાહકોના પ્લેટમાંથી પણ ઑથેન્ટિક તંદૂરી રોટી ગાયબ થઈ જશે, એવું લાગી રહ્યું છે. કારણ કે મુંબઈમાં હૉટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં (BMC bans use of coal-fired tandoor ovens in Mumbai) તંદૂર રોટલી બનાવવા માટે વપરાતા કોલસાના તંદૂર અને ઓવનનો ઉપયોગ પર હવે પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે. જો તમે તંદૂર રોટલી ખાઓ છો અને તમને તંદૂર રોટલી ભાવે છે તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા તંદૂર કોલસાના ભઠ્ઠીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હવેથી ગ્રાહકોને તંદૂરી રોટલી હવે નળી મળે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ હૉટેલ માલિકો અને સંચાલકોને કોલસાની ભઠ્ઠીઓના વિકલ્પો સૂચવ્યા હતા. જોકે બોમ્બે હાઈ કોર્ટે પોતે આ સંદર્ભમાં નવો આદેશો જાહેર કર્યા છે. હાઈ કોર્ટના આદેશ બાદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ સંદર્ભે કાર્યવાહી કરી તંદૂર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બીએમસીએ હૉટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓને નોટિસ જાહેર કરી
આ મામલે BMC (BMC bans use of coal-fired tandoor ovens in Mumbai) એ તમામ હૉટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓને નોટિસ ફટકારી છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની આ કાર્યવાહી સામે કેટલાક હૉટેલ માલિકોએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકો કહે છે કે કોલસાના ઓવન બંધ કરવાથી તંદૂર રોટલીનો સ્વાદ બદલાઈ જશે. જોકે, કોર્ટના આદેશ મુજબ, હવે તંદૂર કોલસાના ઓવનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવવાનો છે.
નોટિસમાં BMCએ શું કહ્યું છે?
બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનએ કોલસા અને લાકડાની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશ દ્વારા કોલસાથી ચાલતા તંદૂર ઓવનનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ, હૉટેલ અને ઢાબાઓને નોટિસ ફટકારવામાં આવી છે. રસોડામાં કોલસાથી ચાલતી ભઠ્ઠીઓને બદલે ઇલેક્ટ્રિક ઉપકરણો, CNG, PNG અને LPG ઇંધણનો ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તેથી હવે મુંબઈગરાઓ કોલસાથી ચાલતા તંદૂરના ભઠ્ઠીમાંથી તંદૂર રોટલી ખાવાનો આનંદ માણી શકશે નહીં.
આદેશનું પાલન ક્યાં સુધી કરવું પડશે?
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને હૉટેલ સંચાલકોને 7 જુલાઈ સુધીમાં કોલસાથી ચાલતા તંદૂર ઓવનને ઇલેક્ટ્રિક ઉપકરણોથી બદલવાનો નિર્દેશ આપ્યો છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને ચેતવણી આપી છે કે જો આ નિર્ણયનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, આ કિસ્સામાં, ચેતવણી આપવામાં આવી છે કે લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેથી હવે હૉટેલ માલિકો પાસે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશોનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

