Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMC દહિસર ચેકનાકા પાસે ૧૩૧ રૂમવાળી હોટેલ બનાવશે

BMC દહિસર ચેકનાકા પાસે ૧૩૧ રૂમવાળી હોટેલ બનાવશે

Published : 31 December, 2024 01:05 PM | Modified : 31 December, 2024 01:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેન્ડરને મંજૂરી મળતાં ૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં ૧૯૦૦ વાહનોના પાર્કિંગ માટે ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ પણ ઊભું કરવામાં આવશે

બે તબક્કામાં આવું કમર્શિયલ હબ તૈયાર કરવામાં આવશે.

બે તબક્કામાં આવું કમર્શિયલ હબ તૈયાર કરવામાં આવશે.


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દહિસર ચેકનાકા પાસેના બંધ કરવામાં આવેલા ઑક્ટ્રૉય નાકાની ખાલી પડેલી જમીનમાં ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કમર્શિયલ હબ, હોટેલ અને પાર્કિંગ બનાવવા માટેની યોજના તૈયાર કરી છે એ માટેના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. આવતા મહિનાથી કામની શરૂઆત થઈ શકે છે.


BMCના એક અધિકારીના જણાવ્યા મુજબ દહિસર ચેકનાકા પાસેના બંધ થઈ ગયેલા ઑક્ટ્રૉય નાકાની ૨૪,૬૨૮ ચોરસ મીટર જમીનમાં બે વર્ષ પહેલાં હોટેલ, કમર્શિયલ હબ અને પાર્કિંગ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી, જેને આખરી ઓપ આપી દેવાયો છે અને ટેન્ડરોને મંજૂરી આપી દેવામાં આવી છે. મુંબઈમાં થતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ચેકનાકા પાસે બહારગામથી આવતાં વાહનોના પાર્કિંગ માટે બે બેઝમેન્ટ સહિતનું બસ-ટર્મિનલ બનાવવામાં આવશે, જ્યાં ૪૫૦ બસ અને ૧૪૫૦ ટ્રક સહિતનાં વાહનો પાર્ક કરી શકાશે.  ઉપરાંત બહારગામના લોકોના રહેવા માટે ૧૩૧ રૂમની એક આલીશાન હોટેલ પણ બનાવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK