આ સેવા BKC અને થાણે વચ્ચે 30 મિનિટના અંતરે ચાલશે
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ વિદ્યુત પુરવઠા અને બેસ્ટ ટ્રાન્સપોર્ટ પહેલ હેઠળ 12 ડિસેમ્બરથી થાણે (Thane) અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વચ્ચે નવી પ્રીમિયમ બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેથી, થાણેથી મુંબઈ મુસાફરી કરતાં મુસાફરોની મુસાફરી સરળ અને આરામદાયક રહેશે. આ સેવા આજથી સંપૂર્ણ એરકન્ડિશન્ડ અને આરામદાયક હશે. આ સેવા સોમવારથી શનિવાર સુધી રહેશે.
આ સેવા BKC અને થાણે વચ્ચે 30 મિનિટના અંતરે ચાલશે. ચલો એપ દ્વારા આ બસમાં સીટો આરક્ષિત કરી શકાશે. બાંદ્રા રેલવે સ્ટેશનથી કુર્લા કોમ્પ્લેક્સ સુધી આખા દિવસનું બસનું ભાડું 50 રૂપિયા છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી થાણેનું ભાડું 205 રૂપિયા હશે. આ નવી પ્રીમિયમ બસ સેવા (BEST Premium Service)માં મુસાફરો માટે ખાસ વેલકમ ડિસ્કાઉન્ટ સ્કીમ આપવામાં આવી છે.
ADVERTISEMENT
બેસ્ટની આ પ્રીમિયમ સેવા કેવી રીતે કામ કરશે?
આ બસો થાણે અને BKC વચ્ચે એક્સપ્રેસ રૂટ પર સવારે 7 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી 30 મિનિટના અંતરે દોડશે. તે પછી સાંજની બસ સેવા BKC અને થાણે વચ્ચે સાંજે 5.30થી 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. આખા દિવસના રૂટ માટે BKCથી બાંદ્રા સ્ટેશન વચ્ચે સવારે 8.50થી સાંજે 5.50 સુધી બસ સેવા રહેશે. ઉપરાંત, આ પ્રીમિયમ બસો બાંદ્રા સ્ટેશન અને BKC વચ્ચે સવારે 9.25થી સાંજે 6.25 સુધી ચાલશે.
બસ આરક્ષણ કેવી રીતે કરવું?
આ બસ સેવાની શરૂઆત સાથે, BEST દેશમાં ઇલેક્ટ્રિક પ્રીમિયમ બસો શરૂ કરનારી પ્રથમ સંસ્થા બની ગઈ છે. આ બસ સેવાનું રિઝર્વેશન તમે ચલો એપ દ્વારા કરી શકો છો.
આ પણ વાંચો: BKCથી થાણેનો પ્રવાસ થશે બેસ્ટ: આજથી શરૂ થશે નવી પ્રીમિયમ સેવા, જાણો વિગત
જે મુસાફરો બેસ્ટની ચલો એપ ડાઉનલોડ કરશે તેઓ પ્રથમ પાંચ ટ્રીપ્સ માટે રૂા. 100માં થાણે-બીકેસી વચ્ચે મુસાફરી કરી શકશે અને બાંદ્રા પૂર્વથી બીકેસી વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો પ્રથમ પાંચ ટ્રીપ્સ માટે રૂા. 10માં મુસાફરી કરી શકશે. મહત્વનું છે કે, બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ માહિતી આપી છે કે મુસાફરો જ્યાંથી તેમની ટિકિટ બુક કરાવે છે ત્યાંથી મુસાફરી કરી શકે છે.