BJP MLA Nitesh Rane: રવિવારે એક અહમદનગરમાં સકલ હિન્દુ સમાજ આંદોલનમાં ભાગ લઈ તેઓએ ખૂબ જ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.
નિતેશ રાણેની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- પહેલો કેસ શ્રીરામપુરમાં અને બીજો કેસ તોપખાનામાં નોંધવામાં આવ્યો છે
- તમારી મસ્જિદોની અંદર આવીને પકડી પકડીને મારશું એમ બોલ્યા હતા તે
- મુસ્લિમ સંગઠનોએ દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યું હતું
ભાજપના ધારાસભ્ય નીતિશ રાણે (BJP MLA Nitesh Rane)એ આપેલું ઉશ્કેરણીજનક ભાષણ હવે તેમને મોંઘું પડશે એવું લાગી રહ્યું છે. ભાષણ આપવું મોંઘુ પડી ગયું છે. તેમણે આપેલ ભાષણ બાદ તેમની સામે અહમદનગર જિલ્લામાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે નીતિશ રાણેએ રવિવારે એક અહમદનગરમાં સકલ હિન્દુ સમાજ આંદોલનમાં ભાગ લીધો હતો અને આ આંદોલન દરમિયાન તેઓએ ખૂબ જ ઉશ્કેરણીજનક ભાષણ રજૂ કર્યું હતું. આ ભાષણનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર ખૂબ જ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતિશ રાણે (BJP MLA Nitesh Rane)એ આપેલ ભાષણ ખૂબ જ ભડકાઉ હતું. હવે આ મામલામાં તેની સામે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ વિશે અહમદનગર પોલીસે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે પહેલો કેસ શ્રીરામપુરમાં અને બીજો કેસ તોપખાનામાં નોંધવામાં આવ્યો છે.
તમારી મસ્જિદમાં આવીને... : આવું કેમ બોલી ગયા નિતેશ રાણે?
નિતેશ રાણે (BJP MLA Nitesh Rane)એ જણાવ્યું હતું કે, "જો આપણા રામગીરી મહારાજની જેમ.. નહીં તો તેઓ કહેશે કે મરાઠીમાં બોલી ગયો, તેથી તને જે ભાષા સમજાય છે, એ જ ભાષામાં ધમકી આપીને જાઉં છું. જો અમારા રામગીરી મહારાજની વિરુદ્ધ તમે કાઈપણ કર્યું છે તો તમારી મસ્જિદોની અંદર આવીને પકડી પકડીને મારશું. એટલું ધેન રાખજો” એવા પણ અહેવાલ છે કે તેઓએ વચ્ચે વચ્ચે કેટલાક અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા.
શું છે આ મામલો?
તમને જણાવી દઈએ કે ધર્મગુરુ રામગીરી મહારાજ પર કથિત રીતે પયગંબર મોહમ્મદ અને ઈસ્લામ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આટલું જ નહીં આ મામલે તેમની સામે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ જ વિવાદે ઉગ્ર રૂપ લીધું હતું. આ જ વાતને લઈ મુસ્લિમ સંગઠનોએ દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યું હતું. અને આ સાથે જ રામગીરી મહારાજની ધરપકડ કરવાની સુદ્ધાં માંગ કરવામાં આવી હતી.
શું કહેવામાં આવ્યું છે ફરિયાદમાં?
રવિવારે જ્યારે રામગીરી મહારાજના સમર્થનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમમાં નિતેશ રાણે (BJP MLA Nitesh Rane) પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેને લઈને તેમની વિરુદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે નિતેશ રાણેએ મુસ્લિમ સમુદાયને ખુલ્લેઆમ ધમકી આપી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રામગીરી મહારાજે નાશિક જિલ્લાના શાહ પંચાલે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. બાદમાં તે કાર્યક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

