વિધાનસભાની ચૂંટણીનો રણસંગ્રામ ચાલી રહ્યો છે અને આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈ કાલે સાંગલીના મિરજમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારી સુધાકર ખાડેની કુહાડી ફટકારીને ધોળે દિવસે હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી.
હત્યા કરવામાં આવેલા BJPના નેતા સુધાકર ખાડે.
વિધાનસભાની ચૂંટણીનો રણસંગ્રામ ચાલી રહ્યો છે અને આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈ કાલે સાંગલીના મિરજમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારી સુધાકર ખાડેની કુહાડી ફટકારીને ધોળે દિવસે હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાંથી BJPમાં જોડાયેલા સુધાકર ખાડેએ મિરજમાં પંઢરપુર રોડ પરના રામ મંદિર પરિસરમાં ખેતીની જમીન ખરીદી હતી. જમીનનો તાબો લેવા માટે સુધાકર ખાડે ગયા હતા ત્યારે તેમને પહેલાં મહિલાઓએ રોક્યા હતા. જોકે મહિલાઓને ન ગાંઠતાં સુધાકર ખાડે આગળ વધ્યા હતા ત્યારે તેમના પર જમીનના માલિક ખેડૂતે કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવાથી સુધાકર ખાડેનું મૃત્યુ થયું હતું. હુમલો કરનારાની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.