મુંબઈ પોલીસે 4590 પાનાંની ચાર્જશીટમાં એ પણ નિષ્કર્ષ કાઢ્યું છે કે બિશ્નોઈ ગેન્ગે મુંબઈમાં પોતાનો દબદબો જાળવવા માટે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
બાબા સિદ્દીકીના મર્ડર કેસમાં ચાર્જશીટ ફાઈલ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસની તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂરી કરી લીધી છે. પોલીસે આ મામલે ખાસ્સી-લાંબી ચાર્જશીટ દાખલ કરી છે. 4590 પાનાંની ચાર્જશીટમાં મુંબઈ પોલીસ ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સહિત 26 લોકોના આ મામલે નામ નોંધવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ આરોપ મૂકવામાં આવ્યા છે. ચાર્જશીટમાં પોલીસે ખુલાસો કર્યો છે અને બિશ્નોઈ ગેન્ગે સલમાન ખાન સાથે નજીકના સંબંધ હોવાને કારણે બાબા સિદ્દીકીની હત્યા કરી હતી.
મુંબઈ પોલીસે તેમની તપાસમાં એવું પણ તારણ કાઢ્યું છે કે બિશ્નોઈ ગેંગે મુંબઈમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે હત્યાની યોજના ઘડી હતી. ચાર્જશીટમાં પોલીસે એમ પણ કહ્યું છે કે મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત વિવાદને આ હત્યા સાથે કોઈ લેવાદેવા નથી.
ADVERTISEMENT
પોલીસે સોમવારે આ કેસમાં ધરપકડ કરાયેલા 26 આરોપીઓ અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સહિત ત્રણ વોન્ટેડ વ્યક્તિઓ વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં 4,590 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ મુજબ અનમોલ બિશ્નોઈએ ભયનું વાતાવરણ ઊભું કરવા અને વર્ચસ્વ સ્થાપિત કરવાના ઈરાદાથી સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અનમોલ બિશ્નોઈ ઉપરાંત અન્ય વોન્ટેડ આરોપીઓમાં મોહમ્મદ યાસીન અખ્તર અને શુભમ લોનકરનો સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 26 લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (MCOC) એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી 66 વર્ષીય સિદ્દીકીની 12 ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. મુખ્ય શૂટર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, જોકે, બાદમાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.
પોલીસ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આરોપીઓએ બાબા સિદ્દીકીને નિશાન બનાવ્યા હતા કારણ કે તેઓએ દાવો કર્યો હતો કે તે અભિનેતા સલમાન ખાનની નજીક હતો, જે બિશ્નોઈ સમુદાય દ્વારા પવિત્ર ગણાતા કાળિયારનો શિકાર કરવા માટે ગેંગનો લક્ષ્યાંક છે. વધુમાં, ચાર્જશીટ જણાવે છે કે આરોપીઓએ સિદ્દીકીની પસંદગી આ કારણે કરી કારણકે તેઓ માનતા હતા કે બાબા સિદ્દીકી દાઉદ ઈબ્રાહિમ ગેન્ગના પણ નજીકના હતા.
26 લોકોની ધરપકડ કરવામાં આવી
અનમોલ બિશ્નોઈ ઉપરાંત અન્ય વોન્ટેડ આરોપીઓમાં મોહમ્મદ યાસીન અખ્તર અને શુભમ લોનકરનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 26 લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (MCOC) એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી છે. તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા 66 વર્ષીય સિદ્દીકીની 12 ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.