દિલ્હી પોલીસે તત્કાળ કાર્યવાહી કરતાં દિલ્હી આવેલા મુનવ્વર ફારુકીને સુરક્ષા આપીને મુંબઈ રવાના કર્યો હતો
મુનવ્વર ફારુકી
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન મુનવ્વર ફારુકીને ઉડાવી દેવા માટે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના યુનાઇટેડ કિંગડમ (UK) સ્થિત સાથીદારે આદેશ આપ્યો હતો એમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે. દિલ્હીના ગ્રેટર કૈલાસ-વનમાં અફઘાન જિમમાલિક નાદિર શાહની ૧૭ સપ્ટેમ્બરે થયેલી હત્યાના કેસમાં UK સ્થિત ગૅન્ગસ્ટર રોહિત ગોદારાના આ શૂટર સહિત ૧૦ લોકોની હરિયાણા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મુનવ્વર ફારુકી પર હુમલાના પ્લાનની ખબર પડી હતી. તેણે બે શૂટરને આ કામ સોંપ્યું હતું. દિલ્હી પોલીસે તત્કાળ કાર્યવાહી કરતાં દિલ્હી આવેલા મુનવ્વર ફારુકીને સુરક્ષા આપીને મુંબઈ રવાના કર્યો હતો.

