કેટલાક રાજકીય પક્ષો ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી કરી રહ્યા છે
બાળાસાહેબ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ નવી મુંબઈમાં બની રહેલા નવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને આપવામાં આવશે એવી ગઈ કાલે જાહેરાત કરાઈ હતી. કેટલાક રાજકીય પક્ષો ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી કરી રહ્યા છે. અર્બન ડેવલપમેન્ટ પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ઍરપોર્ટને નામ આપવાની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ડી. બી. પાટીલ ઍક્શન સમિતિને આશ્વાસન આપ્યું હતું કે બીજા કોઈ પ્રોજેક્ટને આ ખેડૂતના નેતાનું નામ અપાશે. ડી. બી. પાટીલ માટે અમને માન છે. કમિટી સાથે એક બેઠક થઈ ચૂકી છે અને બીજી મુલાકાત ટૂંક સમયમાં થશે. અમને આશા છે કે એમાં હકારાત્મક પરિણામ આવશે.’
જોકે, નવાઈની વાત એ છે કે આ જ સરકારના મંત્રી છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે બાળ ઠાકરેએ આ ઍરપોર્ટને જેઆરડી તાતાનું નામ આપવાનું પસંદ કર્યું હોત.

