Bhayandar Slum Fire: મીરા-ભાયંદરના આઝાદ નગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે.
લાગેલી ભીષણ આગના દ્રશ્યો
અવારનવાર મુંબઈમાં આગની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. આજે ફરી એક એવી જ ભયંકર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મીરા-ભાયંદરના આઝાદ નગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ (Bhayandar Slum Fire) લાગી છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે.
હાલ તો આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું છે કે નહીં તે માહિતી મળી શકી નથી.
ADVERTISEMENT
અત્યારે તો આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે (Bhayandar Slum Fire) પહોંચી ગઈ છે. અત્યારે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે.
કેટલા વાગ્યે લાગી હતી આગ
પ્રાપ્ત માહિતી અનુસાર કંટ્રોલ રૂમને સવારે 5:30 વાગ્યે આગના (Bhayandar Slum Fire) અહેવાલ મળ્યા હતા. ત્યારબાદ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી.
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC) કમિશનર સંજય કાટકરે જણાવ્યું હતું કે, “મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ફાયર બ્રિગેડની કુલ 24 ટીમો ઘટનાસ્થળે છે. મને આશા છે કે આગામી એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.”
આગ ઓલવવાના પ્રયાસ જોરમાં શરૂ
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ભાયંદર પૂર્વમાં આવેલા આઝાદ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હતી. અત્યારે તો આગ પર કાબૂ મેળવવા માટે ઓછામાં ઓછા 20 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.
કેવી છે હાલની પરિસ્થિતિ?
અત્યારે તો તમને જણાવી દઈએ કે ભયંકર આગને કારણે આઝાદ નગર વિસ્તારની ઘણી ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ (Bhayandar Slum Fire) થઈ ગઈ છે. અત્યારે તો આ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. ફાયર વિભાગની ગાડીઓ હાલ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ છે અને આગ ઓલવવાના પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સોમવારે પણ વોટર પમ્પિંગ સ્ટેશનમાં લાગી હતી આગ
હજી તો સોમવારે એટલે કે 26 ફેબ્રુઆરીની સાંજે BMCના પેસ વોટર પમ્પિંગ સ્ટેશનમાં આગ ફાટી નીકળી હતી, તેની ઘટના તો તાજી જ છે ત્યાં ફરી આ ભીષણ આગની દુર્ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
વોટર પમ્પિંગ સ્ટેશનમાં લાગેલી આગને કારણે તો મુંબઈના ઘણા ભાગોમાં પાણી પુરવઠા પર ઊંડી અસર પડી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટનાથી પૂર્વ ઉપનગરોમાં પાણી પુરવઠા તેમજ શહેરના ગોલંજી, ફોસબેરી, રાવલી અને ભંડારવાડા જળાશયોના પાણી પુરવઠાને અસર થઈ હતી. આ વિસ્તારોમાં લગભગ 24 કલાક પાણી પુરવઠો પ્રભાવિત રહ્યો હતો.