આ પ્રસંગે હાજર રહેલા IPS ઑફિસરે ચેમ્બરનાં સખાવતી કામોની પ્રશંસા કરી
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ફાઉન્ડેશન ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં (ડાબેથી) ચેમ્બરના મૅનેજિંગ કમિટી મેમ્બર રતન પોદ્દાર, સોલાપુરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસિંગ મેંગજી, ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રેસિડન્ટ નરેન્દ્ર પોદ્દાર, રાજ્યના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સંજય સક્સેના, ‘જન્મભૂમિ’ના તંત્રી પદ્મભૂષણ કુંદન વ્યાસ, બદલાપુર નગર પરિષદના અધ્યક્ષ રામ પાટકર, ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના વાઇસ પ્રેસિડન્ટ મનોજ એન. જાલન અને ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી યોગેન્દ્ર રાજપુરિયા તથા વિજય લોહિયા ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રાણે આશિષ)
કાલબાદેવીમાં આવેલા ભારત ચેમ્બર ભવનમાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે ગઈ કાલે એના ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) સંજય સક્સેના અને અતિથિ વિશેષ તરીકે ‘જન્મભૂમિ’ના તંત્રી પદ્મ ભૂષણ કુન્દન વ્યાસ હાજર રહ્યા હતા. બીજી અનેક વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ચેમ્બરના પ્રેસિડન્ટ નરેન્દ્ર પોદારે આ પ્રસંગે કહ્યું હતું કે ‘અમારી સંસ્થા વેપારીઓની વચ્ચે થતા નાના-મોટા આર્થિક વિખવાદમાં લવાદનું કામ કરીને એનું સમાધાન લાવવાનું કામ કરે છે. આ સિવાય અમે ડેઇલી લેબર માટે મેડિકલ ક્લિનિક ચલાવીએ છીએ તેમ જ જરૂરિયાતમંદ બાળકોને વર્ષની ૫૦૦૦ નોટબુકનું પણ વિતરણ કરીએ છીએ.’
ADVERTISEMENT
ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર સંજય સક્સેનાએ ચેમ્બરનાં ચૅરિટેબલ કામોનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ભારત મર્ચન્ટ્સ ચેમ્બર વેપારીઓ વચ્ચે લવાદનું કામ કરતું હોવાથી નાના-મોટા વિખવાદમાં તેમણે પોલીસ-સ્ટેશન સુધી આવવાની જરૂર નથી પડતી. જોકે તેમણે ચેમ્બર અને ત્યાં ઉપસ્થિત વેપારીઓને કહ્યું હતું કે જો કોઈ વેપારી સાથે
ખંડણી માગવા જેવો ગંભીર બનાવ બન્યો હોય તો તેમણે પોલીસ પાસે આવવું જોઈએ.