Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડૉલરના એક્સચેન્જની લાલચ આપીને રિક્ષાચાલક સાથે ત્રણ લાખની ઠગાઈ

ડૉલરના એક્સચેન્જની લાલચ આપીને રિક્ષાચાલક સાથે ત્રણ લાખની ઠગાઈ

Published : 08 October, 2022 11:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાંડુપના એક રિક્ષા-ડ્રાઇવરને અમેરિકન ડૉલર એક્સચેન્જમાં આપવાની લાલચ આપીને પાંચ શખ્સોએ તેની સાથે ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું થાણેના પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. 


જયપ્રકાશ દુબેએ તેની રિક્ષામાં આરોપી મહિલાને બીજી જૂનના રોજ મુંબઈ ઉતારી હતી. એ દરમિયાન વાતચીત થતાં મહિલાએ તેને કહ્યું હતું કે તેની પાસે ડૉલર છે.



થાણેના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘એ પછી આરોપીઓ ઘણા દિવસો સુધી ફોન મારફત જયપ્રકાશના સંપર્કમાં રહીને તેનો વિશ્વાસ જીતતા રહ્યા. જયપ્રકાશે મહિલા અને તેના સાગરીતોને એક પૅકેટના બદલામાં ત્રણ લાખ રૂપિયા આપ્યા. આરોપીઓના દાવા પ્રમાણે એ પૅકેટમાં ૬૩૫ ડૉલરની નોટો હતી. જયપ્રકાશે પૅકેટ ખોલતાં એમાં રદ્દી કાગળો ભર્યા હતા.’


આ મામલે પોલીસે છેતરપિંડીનો કેસ દાખલ કરીને પાંચેય આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2022 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK