Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: ભાઈબીજના દિવસે વધારાની 145 બસ દોડાવશે બેસ્ટ

Mumbai: ભાઈબીજના દિવસે વધારાની 145 બસ દોડાવશે બેસ્ટ

14 November, 2023 03:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bhai Dooj Commute: બુધવારના રોજ ભાઈબીજના અવસરે પ્રવાસીઓના વધારાની આશામાં બૃહ્નમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમે 145 વધારાનો બસોના સંચાલનની જાહેરાત કરી.

બેસ્ટની બસોની ફાઈલ તસવીર

બેસ્ટની બસોની ફાઈલ તસવીર


Bhai Dooj Commute: બુધવારના રોજ ભાઈબીજના અવસરે પ્રવાસીઓના વધારાની આશામાં બૃહ્નમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમે 145 વધારાનો બસોના સંચાલનની જાહેરાત કરી. આ બસો મુંબઈથી મીરા-ભાયંદર, થાણે અને નવી મુંબઈ સુધી પોતાની સેવાઓ આપવા માટે તૈયાર છે. (BEST Corporation announced the operation of 145 additional buses on Wednesday in anticipation of an increase in commuters on the occasion of Bhai Dooj.)


પ્રવાસીની સંખ્યાને જોતા બેસ્ટ પ્રશાસને આપ્યો નિર્ણય
Bhai Dooj Commute: પ્રવાસીઓની સંખ્યામાં વધારા માટે પ્રબંધ કરવા માટે, BEST નિરીક્ષકોને રણનૈતિક રીતે રેલવે સ્ટેશનો અને પ્રમુખ બસસ્ટૉપની બહાર ભીડવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. તેમની ભૂમિકામાં વ્યવસ્થિત લાઈનમાં લોકોને ગોઠવવા અને યોગ્ય રીતે બૉર્ડિંગ પ્રક્રિયાઓને સુવિધાજનક બનાવવાનું કામ સામેલ છે, જેવું BESTના એક અધિકારીએ કહ્યું છે.



Bhai Dooj Commute: એક સક્રિય ઉપાયમાં, અધિકારીએ આગળ કહ્યું, "જો 15 નવેમ્બરના વધારાની બસોની જરૂરિયાત હોય છે, તો અમે બસ સ્ટૉપ પર ભીડ ઘટાડવા માટે તેમને વ્યસ્ત માર્ગો પર તૈનાત કરશે." આ પહેલનો ઉદ્દેશ્ય તહેવારોના અવસર પર જનતા માટે સંપૂર્ણ આવાગમનના અનુભવને બહેતર બનાવવાનો છે.


Bhai Dooj Commute: ઉલ્લેખનીય છે કે બીએમસીએ પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે મુંબઈકરોનું ગમતું પર્યટન સ્થળ રાણીબાગ છે. મુંબઈના અનેક નાગરિકો પોતાની રજામાં પ્રાણીબાગમાં જાય છે. આ મુંબઈવાસીઓ માટે મુંબઈ નગર નિગમે એક મહત્વનો નિર્ણય લીધો છે. વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને રાણીબાગ બુધવારે 15 નવેમ્બરના રોજ ખુલ્લું રહેશે. આ માટે પ્રાણીબાગ હવે બુધવારને બદલે ગુરુવાર 16 નવેમ્બરના રોજ બંધ રહેશે. (Mumbai Rani Bagh opened for tourists even on the day of Bhai Dooj on 15th November)

Bhai Dooj Commute: મળતી માહિતી પ્રમાણે 15 નવેમ્બર 2023ના રોજ ભાઈબીજના અવસરે સાર્વજનિક રજા છે. જો કે, વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ બુધવારે, 15 નવેમ્બરના રોજ જનતા માટે ખુલ્લું રહેશે. બીજા દિવસે એટલે કે ગુરુવારે એટલે કે 16 નવેમ્બર 2023ના વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ બંધ રહેશે.


ભાઇખલાના પૂર્વ ભાગમાં વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ સાપ્તાહિક રજા માટે દર બુધવારે બંધ હોય છે. જો કે, મુંબઈ નગર નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે, જો બુધવારે સાર્વજનિક રજા છે, તો તે દિવસે પાર્ક અને પ્રાણીબાગ જનતા માટે ખુલ્લાં રહે છે. તે જ નિયમ પ્રમાણે બીજા દિવસે આને બંધ કરી દેવામાં આવે છે. સાથે જ આ નિયમ પ્રમાણે, મુંબઈ નગર નિગમ પ્રશાસન સૂચિત કરી રહ્યા છે કે વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ બુધવારે, 15 નવેમ્બર, 2023ના રોજ જનતા માટે ખુલ્લું રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2023 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK