ચંદ્રશેખર બાવનકુળેએ અમરાવતીમાં BJPના પદાધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે નવનીત રાણા કહેશે ત્યારે તેમના પતિ રવિ રાણા યુવા સ્વામિમાની પક્ષ છોડીને BJPમાં પ્રવેશ કરશે
નવનીત રાણા અને રવિ રાણા
અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય અને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈને આ જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારાં નવનીત રાણા વિશે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ અમરાવતીમાં BJPના પદાધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે નવનીત રાણા કહેશે ત્યારે તેમના પતિ રવિ રાણા યુવા સ્વામિમાની પક્ષ છોડીને BJPમાં પ્રવેશ કરશે. તેમના આ નિવેદન સામે નવનીત રાણાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘હું જે પક્ષની કાર્યકર છું એ પક્ષના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ છે. BJPમાં જોડાવાનો નિર્ણય મેં સ્વેચ્છાએ લીધો છે. મારા પતિ પણ તેમની ઇચ્છાથી ભવિષ્યનો નિર્ણય લેશે. પતિ-પત્ની વચ્ચે બહારના કોઈ ન બોલે તો સારું. રવિ રાણાને સ્વતંત્ર રીતે રાજકારણમાં કામ કરવાનો અધિકાર છે એટલે મને એવું લાગે છે કે બાવનકુળેએ પતિ-પત્ની વચ્ચે ન બોલવું જોઈએ.’