Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ટ્રૅક્ટ પર બસ અને ડ્રાઇવર પૂરા પાડતી કંપનીઓનો અભિગમ છે હોતા હૈ, ચલતા હૈ

કૉન્ટ્રૅક્ટ પર બસ અને ડ્રાઇવર પૂરા પાડતી કંપનીઓનો અભિગમ છે હોતા હૈ, ચલતા હૈ

Published : 12 December, 2024 07:25 AM | Modified : 12 December, 2024 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિયમ મુજબ ડ્રાઇવરને ઓછામાં ઓછાં બે વર્ષનો ભારે વાહન ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે, પણ આ રૂલનું જરાય પાલન કરવામાં નથી આવતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ને કૉન્ટ્રૅક્ટ પર બસ અને ડ્રાઇવરો પૂરી પાડતી છ કંપનીઓ સાથે જે ઍગ્રીમેન્ટ થાય છે એમાં એક નિયમ બહુ સ્પષ્ટપણે હોય છે કે તેઓ જે ડ્રાઇવર આપશે તે ઍટ લીસ્ટ બે વર્ષનો હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવતો હશે. જોકે આ નિયમનું યોગ્ય પાલન થતું નથી અને કૉન્ટ્રૅક્ટ લેતી કંપનીઓ દ્વારા એ નિયમને ચાતરીને ઓછો અનુભવ ધરાવતા ડ્રાઇવરોની ભરતી કરવામાં આવે છે.


આ બાબતની જાણ જુલાઈ ૨૦૨૩માં જ થઈ હતી. કૉન્ટ્રૅક્ટની ૧૯૦૦ બસ છે. એમાંથી ૧૦૨૪ બસ-ડ્રાઇવર હેવી વેહિકલ ચલાવવાનો બે વર્ષ કરતાં ઓછો અનુભવ ધરાવતા હતા. આ ડ્રાઇવરોને લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવેલી તારીખ અને તેમના દ્વારા સબમિટ કરાયેલા અન્ય દસ્તાવેજોની ચકાસણીમાં આ બાબતનો ખુલાસો થયો હતો. એથી BEST દ્વારા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ પણ મોકલવામાં આવી હતી. દરેક દિવસે ૫૦૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અનુભવી ડ્રાઇવરોની નિમણૂક કરો અથવા ડબલ દંડ ફટકારીશું એમ પણ BESTએ તેમને એ વખતે જણાવ્યું હતું. જોકે એ પછી પણ આ બાબતે  ‘હોતા હૈ, ચલતા હૈ’નું વલણ અપનાવીને કૉન્ટ્રૅક્ટરે નિયમનું પાલન નથી કર્યું. 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK