મુંબ્રા, દિવા, કલવા, માનપાડા, માજીવડેમાં એમઆઇડીસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
થાણેના અનેક વિસ્તારો મુંબ્રા, દિવા, કલવા, માનપાડા, માજીવડેમાં એમઆઇડીસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. એમઆઇડીસીએ પાણીપુરવઠાની એની યોજના અંતર્ગત નાખેલી મોટી પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી શુક્રવાર બપોરે ૧૨ વાગ્યાથી શનિવાર બપોરે ૧૨ વાગ્યાના ૨૪ કલાક દરમિયાન એ વિસ્તારોમાં પાણીપુરવઠો નહીં થાય. એટલે એ વિસ્તારના નાગરિકોને પાણી સાચવીને વાપરવાનું જણાવાયું છે. એટલું જ નહીં, એ સમારકામ થઈ ગયા બાદ બીજા બે દિવસ પણ પાણી ઓછા પ્રેશરથી છોડવામાં આવશે એટલે પાણીની સપ્લાય ઓછી થશે એમ વધુમાં કહેવાયું છે.