જોકે નવાઈની વાત એ છે કે ધોબીઘાટના ફોટોથી સુશોભિત કરાયેલી આ દીવાલ પર રેસકોર્સના ફોટો ક્યાંથી આવ્યા?
તસવીર : આશિષ રાજે
મહાલક્ષ્મી સ્ટેશન તરફ જતાં સાત રસ્તા પરની દીવાલ પર બીએમસીએ મહાલક્ષ્મી રેસકોર્સના અસંખ્ય ફોટોથી સુશોભીકરણ કરેલું જોઈ શકાય છે. જોકે લગભગ ચાર મહિના પહેલાં આ જ દીવાલ પર ધોબીઘાટના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા હતા, જેને તાત્કાલિક દૂર કરીને દીવાલને વાઇટવૉશ કરવામાં આવ્યો હતો.
જોકે ‘જી’ સાઉથ વૉર્ડના નાગરિકોના આશ્ચર્ય વચ્ચે બીએમસીએ જણાવ્યું હતું કે આ કામ એનું નથી. જોકે નજીકના વિસ્તારમાં રહેતા નાગરિકો જણાવે છે કે આ ફોટોગ્રાફ્સ જૂન મહિનાના અંત સુધીમાં તાત્કાલિક હટાવી લેવાયા હતા અને દીવાલોને વાઇટવૉશ કરાયો હતો. જાણે કે આ અગાઉ કોઈ ફોટો અહીં હતા જ નહીં. હવે છેલ્લા ચાર મહિનાથી આ દીવાલ પર મહાલક્ષ્મી રેસકોર્સના ફોટોગ્રાફ્સ લગાવાયા છે.
ADVERTISEMENT
સાત રસ્તા પર થઈને પ્રવાસ કરતા એક નાગરિક દત્તારાજ કાબરેએ કહ્યું હતું કે ‘હાલમાં હું આ રસ્તા પરથી પસાર થયો ત્યારે મેં જોયું કે એ દીવાલ પર ધોબીઘાટને બદલે મહાલક્ષ્મી રેસકોર્સના ફોટોગ્રાફ્સ લગાવાયા હતા. આ કામ થતું મેં પણ જોયું હતું. જોકે લગભગ એકાદ અઠવાડિયા પછી જ્યારે એ વિસ્તારમાં ગયો તો દીવાલનું સુશોભીકરણ કરાયું નહોતું.’
બીએમસીના અધિકારીઓને ધોબીઘાટના પ્રતીકાત્મક ફોટોના સ્થાને મહાલક્ષ્મી રેસકોર્સના ફોટો વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે ‘આ દીવાલ પર બીએમસી ‘જી’ સાઉથ ઑફિસ દ્વારા કોઈ કામ કરાયું નથી. અમે નથી જાણતા કે કોણે ફોટો મૂક્યા અને કોણે દૂર કર્યા.’
જોકે આ કામ પર નગરસેવકના ભંડોળમાંથી ખર્ચ કરાયો છે અને આ એક સામાન્ય સુશોભીકરણ કાર્ય છે, જેમાં રેસકોર્સનો વ્યુ દર્શાવતી પ્રિન્ટેડ ટાઇલ્સ બેસાડાઈ છે. આ વિસ્તાર મેયર કિશોરી પેડણેકરના અધિકારક્ષેત્રમાં આવતા વૉર્ડ-નંબર ૧૯૯માં આવે છે.

