Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડે પોલીસ બંદોબસ્તના ૬.૩ કરોડ હજી નથી ચૂકવ્યા

વિશ્વના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડે પોલીસ બંદોબસ્તના ૬.૩ કરોડ હજી નથી ચૂકવ્યા

Published : 11 January, 2025 10:47 AM | Modified : 11 January, 2025 10:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં થયેલી અરજીની ગઈ કાલે થયેલી સુનાવણી વખતે ક્રિકેટ બોર્ડે બે અઠવાડિયાંમાં પૈસા આપવાનું કહ્યું

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઈન્ડિયાની ફાઈલ તસવીર

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઈન્ડિયાની ફાઈલ તસવીર


વિશ્વના સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ મુંબઈ, નવી મુંબઈ અને પુણેના પિંપરી-ચિંચવડમાં આવેલા ક્રિકેટ-સ્ટેડિયમમાં રમાયેલી મૅચ દરમ્યાન પોલીસ-બંદોબસ્તના રૂપિયાની ચુકવણી ન કરી હોવાથી RTI ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ સંબંધે બૉમ્બે હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીની ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે BCCIએ આગામી બે અઠવાડિયાંમાં પિંપરી-ચિંચવડ પોલીસને ૧.૭ કરોડ રૂપિયા, નવી મુંબઈ પોલીસને ૩.૩ કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસને ૧.૦૩ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવશે એમ કહ્યું હતું.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), T20 અને અન્ય ક્રિકેટ મૅચ માટે પોલીસ-પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે એના ચાર્જમાં મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૩ના જૂન મહિનામાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે એને પણ અનિલ ગલગલીએ અરજી કરીને પડકાર્યો છે. સરકારે ગયા વર્ષે ક્રિકેટ મૅચ દરમ્યાન પોલીસ પ્રોટેક્શન માટેના ચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય ૨૦૧૧થી લાગુ કર્યો હતો. આમ કરવાથી રાજ્ય સરકારને મોટું નુકસાન થયું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે.



અરજીમાં જણાવ્યા મુજબ ૨૦૧૩થી ૨૦૧૮ દરમ્યાન મુંબઈમાં આયોજિત IPL વખતે પોલીસ-પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું એ માટેના ૧૪.૮૨ કરોડ રૂપિયા મુંબઈ ક્રિકેટ અસોસિએશને પોલીસને ચૂકવ્યા નથી. IPL માટે આયોજકોએ મૅચદીઠ ૬૬ લાખથી ૭૫ લાખ દરેક T20 અને વન-ડે મૅચ માટે તો વાનખેડે અને બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાતી ટેસ્ટ-મૅચ માટે પંચાવન લાખ રૂપિયા પોલીસ-પ્રોટેક્શન માટેનો ચાર્જ ચૂકવવાનો રહેતો હતો. જોકે ૨૦૨૩ના જૂન મહિનામાં રાજ્ય સરકારે આ T20 અને વન-ડે મૅચ માટેનો ચાર્જ ૨૫ લાખ રૂપિયા કરી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2025 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK