મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી પ્રતિબંધિત કફ સિરપની ૧૦૮ બૉટલ જપ્ત કરી હોવાનું એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
Mumbra News
મુમ્બ્રામાંથી પ્રતિબંધિત કફ સિરપની ૧૦૮ બૉટલ સાથે એક જણ ઝડપાયો
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી પ્રતિબંધિત કફ સિરપની ૧૦૮ બૉટલ જપ્ત કરી હોવાનું એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
પોલીસે બાતમીના આધારે બીજી ફેબ્રુઆરીએ મુમ્બ્રા વિસ્તારમાં છટકું ગોઠવીને હાથમાં થેલા સાથે ત્રણ શખ્સને જોયા હતા. પોલીસને જોઈને બે શખ્સ નાસી છૂટ્યા હતા, જ્યારે એક ઝડપાઈ ગયો હતો એમ મુમ્બ્રા પોલીસ સ્ટેશનનાં અસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર કૃપાલી બોરસેએ જણાવ્યું હતું. પોલીસને તેની પાસેથી પ્રતિબંધિત કફ સિરપની ૧૦૮ બૉટલ મળી આવી હતી, જે તે વેચવાનો હતો.
આ મામલે મુમ્બ્રાના રહીશ આરોપી અશરફ અબ્દુલ રઝાક શેખ (૨૧ વર્ષ) સામે આઇપીસી અને ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટની સુસંગત જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરાયો હતો. તેમણે કફ સિરપનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને તેઓ કોને વેચવાના હતા એ જાણવા તથા અન્ય બે આરોપીઓને ઝડપવા પોલીસ
તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.