Bangladeshi Arrested in Mumbai: તપાસ કરનાર અધિકારીઓએ પુષ્ટિ કરી કે આ 13 બાંગ્લાદેશી નાગરિકોએ ગેરકાયદેસર રીતે ભારતીય સરહદ ઓળંગીને પશ્ચિમ બંગાળ દ્વારા દેશમાં પ્રવેશ કર્યો હતો. ઘાટકોપર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અવિનાશ કાલદાતેએ કહ્યું.
13 બાંગ્લાદેશી નાગરિકોની ઘટકોપરથી ધરપકડ (તસવીર: રાજેશ ગુપ્તા)
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ પરિસ્થિતી બગડી છે. આ વાતને કારણે ત્યાંના અનેક લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી અહીં વસવાટ કરી રહ્યા છે. બાંગ્લાદેશથી ભારતમાં થતી ઘુસણખોરીને રોકવા માટે પ્રશાસન એલર્ટ થઈ કડક કાર્યાવહી કરી રહી છે જેને પગલે એક મોટી કાર્યવાહીમાં ઘાટકોપર પોલીસે શનિવારે 13 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓ નાલાસોપારાના અચોલે વિસ્તારમાં કથિત રીતે ગેરકાયદેસર રીતે રહેતા હતા. ગયા મહિને, પોલીસને અહેમદ મિયા શેખ નામના વ્યક્તિ વિશે માહિતી મળી હતી, જેની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અન્ય 13 લોકો ભારતીય નાગરિકોના વેશમાં મુંબઈમાં રહેતા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં તૈબુર અઝગર શેખ, આલમ અઝગર શેખ, મિજાનુ સલામ શેખ, અબ્દુલ સિરાજ શેખ, મુરાદ મિજાનુર શેખ, રત્ના તૈબુર શેખ, અમીના મુરાદ શેખ, સબીના અબ્દુલ્લા શેખ, કોહિનૂર મિજાનુર શેખ અને ચાર સગીર લોકોનો સમાવેશ થાય છે. તપાસ કરનાર અધિકારીઓએ પુષ્ટિ કરી કે આ 13 બાંગ્લાદેશી નાગરિકોએ ગેરકાયદેસર રીતે ભારતીય સરહદ ઓળંગીને પશ્ચિમ બંગાળ દ્વારા દેશમાં પ્રવેશ કર્યો હતો. ઘાટકોપર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અવિનાશ કાલદાતેએ જણાવ્યું હતું કે, “અમે આ શકમંદો પાસેથી ગેરકાયદેસર રીતે રહેતા અન્ય બાંગ્લાદેશી નાગરિકો વિશે વધુ માહિતી ભેગી કરી રહ્યા છે જે માટે તેમની પૂછપરછ ચાલી રહી છે.”
ADVERTISEMENT
થાણે જીલ્લામાં ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશી દંપતીની ધરપકડ કરી
તે જ દિવસે, ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી દંપતી મીના મુજીદ ખાન (30) અને મહેમૂદ ખાન અસદ ખાન (27), બન્ને ઢાકાના બાંકરા બજારના રહેવાસીઓ હતા તેમની ધરપકડ કરી હતી. આ દંપતી છેલ્લા 10 વર્ષથી એશેલેજનના ન્યૂ સાઈ બાબા કોલોની વિસ્તારમાં રહેતું હતું. મીના એક હોટલમાં વેઈટર તરીકે કામ કરતી હતી, જ્યારે મહેમૂદ શેરીમાં સામાન વેચતો હતો. આ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકોની હાજરી અંગેની બાતમી પર કાર્યવાહી કરતા, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અશોક કોલીની આગેવાની હેઠળની પોલીસ ટીમે છટકું ગોઠવ્યું અને બપોરે 3 વાગ્યાની આસપાસ દંપતીની ધરપકડ કરી. આ તાજેતરની કાર્યવાહી આ વિસ્તારમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોની કુલ સંખ્યા 10 પર લાવે છે. તેમ જ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બીજી એક ઘટનામાં કલ્યાણ નજીકના ઉલ્હાસનગરમાં ગેરકાયદેસર રીતે રહેતી એક બાંગલાદેશની એડલ્ટ ફિલ્મ સ્ટારની ધરપકડ કરવામાં આવી હતી.
રિયા પર બાંગ્લાદેશી મૂળની હોવાનો અને તેની માતા, ભાઈ અને બહેન સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનો આરોપ છે. ભારતમાં રહેવા માટે રિયાની માતાએ અમરાવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પોલીસે રિયા ઉપરાંત તેની માતા અંજલિ બારડે, ઉર્ફે રૂબી શેખ, પિતા અરવિંદ બારડે, ભાઈ રવિન્દ્ર, ઉર્ફે રિયાઝ શેખ અને બહેન રીતુ ઉર્ફે મોની શેખને પણ આ મામલે આરોપી બનાવ્યા છે. પોલીસે જણાવ્યું કે રિયા રાજ કુન્દ્રાના પ્રોડક્શન સાથે જોડાયેલી હતી અને ઘણી પોર્ન ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે.