વસઈકરોને મેટ્રો ટર્મિનલ તેમ જ દહાણુ–નાશિક રેલવે-કૉરિડોર આપશે
વસઈ-વિરાર શહેરમાં મેટ્રો રેલ ચાલુ કરવા મુખ્ય પ્રધાન અને MMRDAના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહેલા વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુર, વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુર અને વિધાનસભ્ય રાજેશ પાટીલ.
બહુજન વિકાસ આઘાડી હંમેશાં રેલવે-પ્રવાસીઓની સગવડ અને સુવિધાઓ માટે પ્રયત્નશીલ રહી છે. પક્ષના ભૂતપૂર્વ સંસદસભ્ય બલિરામ જાધવે પાલઘર અને વસઈ-વિરારના રેલવે-પ્રવાસીઓ માટે છેક દહાણુ સુધીની લોકલ શરૂ કરાવી હતી. અત્યારે પણ પક્ષે રેલવે-પ્રવાસીઓની સગવડ અને સુવિધાઓ માટે વિવિધ યોજનાઓ તૈયાર કરી છે અને એનું ફૉલોઅપ લેવાનું ચાલુ છે. એથી ટૂંક સમયમાં આ યોજનાઓ પૂરી કરવામાં આવશે અને રેલવે-પ્રવાસીઓને મોટો દિલાસો મળશે.
વસઈ-વિરાર શહેરમાં મેટ્રો લાવવા પક્ષના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુર અને િક્ષતિજ ઠાકુર અવારનવાર ફૉલોઅપ લેતા હોવાથી બધી જ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો સમાવેશ કરતો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. JNPT બંદરથી લઈને મેટ્રો રેલ પાલઘર સુધી જઈ શકે છે. એથી JNPTથી લઈને મેટ્રો વસઈ-વિરાર શહેરમાં લાવવાનો એક વિકલ્પ પણ વિધાનસભ્ય િક્ષતિજ ઠાકુરે આપ્યો છે. હાલના વિધાનસભ્ય અને પાલઘર લોકસભાના ઉમેદવાર રાજેશ પાટીલે રેલવેના પ્રશ્નને અગ્રક્રમે હાથમાં લીધો છે. દહાણુમાં EMU કારશેડ તૈયાર કરવો, AC લોકલ દહાણુ સુધી લંબાવવી, વસઈ અને વિરાર વચ્ચે બે નવાં સ્ટેશન બનાવવા, દહાણુ-નાશિક પ્રપોઝ્ડ લાઇન માટે ફૉલોઅપ કરવું, વસઈ રોડ રેલવે-સ્ટેશન પર ટર્મિનલ તૈયાર કરવું, વિરાર-દહાણુ ફોર લેન કરવાના કામને ગતિ આપવી જેવી અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. બહુજન વિકાસ આઘાડીના ઉમેદવાર રાજેશ પાટીલ સંસદસભ્ય બનીને દિલ્હી જશે તો આ યોજનાઓ પૂરી થઈ શકશે એવો વિશ્વાસ રેલવે-પ્રવાસીઓએ વ્યક્ત કર્યો છે.