શનિવારે સાંજે 5.30 વાગ્યે કાર્યક્રમ શરૂ થયો અને રાતે 9.00 વાગ્યે કાર્યક્રમ પૂરો થયો. એક તરફ જ્યાં લોકો કાર્યક્રમ સ્થળેથી પોતાના ઘર તરફથી લગભગ 50થી 60 લોકોનો એક સમૂહ મીરા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો.
ફાઈલ તસવીર
શનિવારે બાગેશ્વર ધામ સરકાર, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક દિવ્ય દરબાર ભરવામાં આવ્યો. આ દરબારમાં લાખોની સંખ્યામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અનુયાયી તેમને સાંભળવા પહોંચ્યા હતા. શનિવારે સાંજે 5.30 વાગ્યે કાર્યક્રમ શરૂ થયો અને રાતે 9.00 વાગ્યે કાર્યક્રમ પૂરો થયો. એક તરફ જ્યાં લોકો કાર્યક્રમ સ્થળેથી પોતાના ઘર તરફથી લગભગ 50થી 60 લોકોનો એક સમૂહ મીરા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો.
મહિલાઓના ઘરેણાં ચોરી
જે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, તેમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી. આ મહિલાઓનો આરોપ હતો કે, કાર્યક્રમ દરમિયાન તેમના ગળામાંથી મંગળસૂત્ર સિવાય સોનાની ચેન પણ ચોરી કરવામાં આવી. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધી 36 મહિલાઓએ મંગળસૂત્ર અને ગળાની ચેન ચોરી થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં પહોંચેલી મહિલાઓ ખૂબ જ પરેશાન જોવા મળી.
ADVERTISEMENT
પોલીસે નોંધ્યો કેસ
આ મહિલાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, પોલીસે સોનાના ઘરેણાંની કુલ કિંમત 4,87000 રૂપિયા આંકી છે. મહિલાઓની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે. જણાવવાનું કે, મીરા રોડમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 2 દિવસોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હિંદુ રાષ્ટ્રની માગ
આ પહેલા બાગેશ્વર ધામ સરકારે દરબારને સંબોધિત કરતા કહ્યું કે ભારત હિંદૂ રાષ્ટ્ર ત્યારે જાહેર થશે જ્યારે હિંદુઓમાં એકતા આવશે. બાકી ધર્મના લોકો પણ અહીં હિંદૂ રાષ્ટ્રમાં રહેશે. તેમણે કહ્યું કે અમારો ધર્મ જોડતા શીખવે છે, તોડતા નહીં. બાગેશ્વર ધામ સરકારે કહ્યું, "અમે કોઈ એવું કામ નહીં કરીએ જેથી સનાતન ધર્મને નીચા જોવું થાય પણ ભારતને હિંદૂ રાષ્ટ્ર બનાવડાવીને માનીશું. બીજી વાત પોતાના ઘરનું એક બાળક રામ માટે ચોક્કસ ઘરમાંથી બહાર કાઢો, ત્રીજી વાત જેમને બાગેશ્વર ધામમાં પાખંડ દેખાય છે, અંધવિશ્વાર દેખાય છે તે મૂર્ખોએ અમારી સામે આવવું જોઈએ."
આ પણ વાંચો : મનીષ સિસોદિયાની ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે, લાવશે 100માંથી 100 માર્ક- કેજરીવાલ
તેમણે કહ્યું કે મુંબઈના પાગલ તમને સનાતન ધર્મ માટે ઉઠવું પડશે અને આ અમારી માટે નથી, તમારી આવનારી પેઢીઓ માટે છે જેથી રામના મંદિર પર કોઈ પત્થર ન ફેંકે અને રામના હોવાના પુરાવા ન માગે. બાગેશ્વર ધામ સરકારે કહ્યું, "પાલઘરમાં જે રીતે સંતો સાથે નિર્દયતા થઈ, તે ફરી ન થાય. તાંત્રિકોના ચક્કરમાં કોઈના ઘર બરબાદ ન થાય. બાગેશ્વર ધામનો દરબાર આ માટે લાગે છે અને લાગતું રહશે. મને લાગે છે કે અમે તમને કોઈકને કોઇક દિવસે કોઇકવાર ચોક્કસ મળીસું."