આરોપી સામે નોંધાયેલી કલમો હેઠળ તેમને એક કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા
પ્રતીકાત્મક તસવીર
બદલાપુર કેસમાં સ્કૂલના બે ટ્રસ્ટી ઉદય કોતવાલ અને તુષાર આપ્ટેની બુધવારે પોલીસે ધરપકડ કરીને ગઈ કાલે તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. આ કેસની બે પીડિત બાળકીઓનાં સ્ટેટમેન્ટ નોંધાયાં હતાં અને એના આધારે બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. આરોપી સામે નોંધાયેલી કલમો હેઠળ તેમને એક કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, જ્યારે બીજા કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે કસ્ટડીની માગણી કરતાં તેમને એક દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવી હતી. આજે તેમને ફરી પાછા કોર્ટમાં હાજર કરવામાં આવશે એમ તેમના વકીલ સંજય ધણકેએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્કૂલમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડવાનું કામ હજી ચાલી રહ્યું હતું એથી એની હાર્ડ ડિસ્કનો કોઈ સવાલ જ નથી આવતો.
પોલીસ પાસે CCTV કૅમેરાના કોઈ પુરાવા નથી.