મહંત ચતુરાનંદગિરિએ ૧૩ વર્ષની વયે સંસારનો ત્યાગ કર્યો હતો: પૈસાને જરાય સ્પર્શ નથી કરતા, હું કરપાત્રી સાધુ હોવાથી દિવસમાં એક જ વાર બે હાથમાં જેટલું ભોજન આવે એટલું જ ગ્રહણ કરી શકું.
ભક્ત પરિવાર સાથે મહંત ચતુરાનંદગિરિ.
હું કરપાત્રી સાધુ હોવાથી દિવસમાં એક જ વાર બે હાથમાં જેટલું ભોજન આવે એટલું જ ગ્રહણ કરી શકું. એ પણ કોઈ આપે ત્યારે, જાતે ન લઈ શકું. ૧૯૯૮માં હરિદ્વારમાં યોજાયેલા કુંભ વખતે મેં ટાટમ્બરી (શણનો પહેરવેશ) અંગીકાર કર્યો છે. ત્યારથી એ એક જ વસ્ત્ર ધારણ કરું છું; એ જ પહેરવાનું, ઓઢવાનું અને પાથરવાનું. હું પૈસાને સ્પર્શ નથી કરતો.