Badlapur Fire: થાણેના બદલાપુર ખરવઈ સ્થિત મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ના એક પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો.
આગની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ તેની લપેટો દૂર દૂર સુધી ફેલાઈ હતી
- ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારની ઈમારતો હચમચી ગઈ હતી
- 1 કામદારનું મોત નીપજ્યું છે અને 5 અન્ય કામદારો ઘાયલ થયા છે
બદલાપુરમાંથી આજે વહેલી સવારે ભીષણ આગ (Badlapur Fire)ની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખરવઈ એમઆઈડીસીમાં આવેલી વીકે કેમિકલ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.
કયા સ્થળે આ ભીષણ આગ લાગી?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે થાણેના બદલાપુર ખરવઈ સ્થિત મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ના એક પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ (Badlapur Fire) થયો હતો. ઘટનાસ્થળનો વિડીયો પણ સામે આવ્યો હતો. પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ તેની લપેટો દૂર દૂર સુધી ફેલાઈ હતી. પરિસરમાં મોટી આગ ફાટી નીકળી હતી.
જ્યારે આ કંપનીમાં ભીષણ વિસ્ફોટ થયો ત્યારે આસપાસ ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારની ઈમારતો હચમચી ગઈ હતી. આ સાથે જ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કેમિકલ કંપનીમાં બહાર બે ટેમ્પોમાં આગ લાગી હતી, જે બાદ આગ કંપનીમાં અંદર સુધી પણ ફેલાઈ ગઈ હતી.
સવારે કયા સમયે આ દુર્ઘટના બની?
થાણે જિલ્લાના બદલાપુર MIDCમાં આવેલી વીકી કેમિકલ ફેક્ટરીમાં આજે જ ગુરુવારે સવારે આ આગ (Badlapur Fire)ની ઘટના સામે આવી હતી. કહેવાઈ રહ્યું છે કે આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી અને 4 કિમી સુધી તેની અસર જોવા મળી હતી.
અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં 1 કામદારનું મોત નીપજ્યું છે અને 5 અન્ય કામદારો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. થાણે શહેર પોલીસ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા કેમિકલ ફેક્ટરીમાં પહોંચી ગઈ છે.
કેટલી ભીષણ હતી આ આગ?
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્ફોટ (Badlapur Fire) એટલો શક્તિશાળી હતો કે ચારથી પાંચ કિલોમીટરના પરિસરમાં પણ તેની અસર જોવા મળી હતી. સમગ્ર બદલાપુર શહેર હચમચી ઉઠ્યું હોય એમ કહીએ તો પણ ખોટું નથી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવાનું કામ કર્યું હતું.
આગ (Badlapur Fire)માં ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક કંપનીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, એક કામદારનું મોત થયું છે. વિસ્ફોટના કારણની હજુ તપાસ કરવામાં આવી રહી છે.
આ ગંભીર વિસ્ફોટમાં કેટલા મજૂરો ઘાયલ થયા છે?
પ્રાપ્ત માહિતી અનુસાર બદલાપુરમાં એક કેમિકલ કંપનીમાં લાગેલ ભીષણ બ્લાસ્ટ (Badlapur Fire)માં ચારથી પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. વળી, આ આગને કારણે એક કામદારનું મોત પણ થયું છે, તરત જ ફાયર વિભાગે રાહત કાર્ય શરૂ કર્યું હતું. બદલાપુર, અંબરનાથથી ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ એવા પણ સમાચાર છે કે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. હવે કૂલિંગનું કામ ચાલી રહ્યું છે.