Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Babasaheb Ambedkar Jayanti 2025: BMC સજ્જ, મુંબઈ પોલીસે પણ જારી કરી ટ્રાફિક એડવાઇઝરી

Babasaheb Ambedkar Jayanti 2025: BMC સજ્જ, મુંબઈ પોલીસે પણ જારી કરી ટ્રાફિક એડવાઇઝરી

Published : 14 April, 2025 07:50 AM | Modified : 15 April, 2025 06:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Babasaheb Ambedkar Jayanti 2025: ચૈત્યભૂમિ, રાજગૃહ અને અન્ય મહત્વના સ્થળોએ પીવાના પાણીની સુવિધાઓ સહિત કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યા છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ફાઇલ તસવીર

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ફાઇલ તસવીર


Babasaheb Ambedkar Jayanti 2025: આજે સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી થશે. આ વચ્ચે મુંબઈ પાલિકાએ પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી પહેલા તેમની સાથે સંકળાયેલા મુખ્ય સ્થળો પર વ્યાપક વ્યવસ્થા કરી છે. જેથી કોઈ તકલીફ ઊભી ન થાય.


ચૈત્યભૂમિ, રાજગૃહ મહત્વપૂર્ણ અને અન્ય મહત્વના સ્થળોએ પીવાના પાણીની સુવિધાઓ, મોબાઇલ શૌચાલયો, સ્વચ્છતા સર્વિસ, તબીબી સહાય કેન્દ્રો અને કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યા છે.



આ સાથે જ સીસીટીવી સર્વેલન્સ પણ મજબૂત કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમો સાથે સાવચેતીના પગલા તરીકે દરિયાકિનારાની નજીક લાઇફબોટ્સ તૈનાત કરવામાં આવી છે. મુંબઈ સિવિક બૉડીના આરોગ્ય વિભાગે કોઈપણ ઇમરજન્સીમાં સહાય પૂરી પાડવા એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓને તૈયાર રાખ્યા છે.


આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરના (Babasaheb Ambedkar Jayanti 2025) અનુયાયીઓ મોટી સંખ્યામાં ચૈત્યભૂમિ અને તેમના ભૂતપૂર્વ નિવાસસ્થાન રાજગૃહની મુલાકાત લેશે. બીએમસી કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાનીએ અધિકારીઓને બાબાસાહેબ આંબેડકર જયંતી 2025 ઉજવણી દરમિયાન નાગરિકોને તમામ સુવિધાઓની સરળ રીતે મળી રહે તે તરફ ધ્યાન આપવા સૂચના આપી છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર અન્ય મહાનુભાવોની સાથે સવારે 9.30 વાગ્યે ચૈત્યભૂમિ ખાતે આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે.


મહત્વનું છે કે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બીએમસીનો જનસંપર્ક વિભાગ ચૈત્યભૂમિ ખાતે ફોટો પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં ડૉ. આંબેડકરના જીવનના દુર્લભ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાશે. તેમના પ્રેરણાદાયી જીવન-કવનનું વર્ણન કરતી કૉફી ટેબલ બુક પણ ત્યાં ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

મુંબઈ સિવિક બૉડી (Babasaheb Ambedkar Jayanti 2025) ફેસબુક અને એક્સ પર સમાંતર પ્રસારણ સાથે તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે. મુંબઈ પોલીસે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી 2025 માટે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી છે. 

મુંબઈ પોલીસે આજે એટલે કે ૧૪મી એપ્રિલના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી (Babasaheb Ambedkar Jayanti 2025)નિમિત્તે વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી હતી. એક ટ્રાફિક નોટિફિકેશનમાં મુંબઈ પોલીસે કહ્યું કે, 14 એપ્રિલે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જયંતી નિમિત્તે તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ મુંબઈના દાદર વિસ્તારમાં ચૈત્ય ભૂમિની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

Babasaheb Ambedkar Jayanti 2025: દાદરમાં ચૈતન્યભૂમિની મુલાકાત લેવા માટે ભારે ભીડ અપેક્ષિત હોવાથી, સ્મારક તરફ જતા રસ્તાઓ નજીક વાહનવ્યવહારને અસર થવાની સંભાવના છે. તેથી, ટ્રાફિક વ્યવસ્થાપન માટે આદેશ આપવો જરૂરી છે. ટ્રાફિક એડવાઇઝરીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે લોકોને જોખમ, અવરોધો અને અસુવિધાઓને રોકવા માટે ચૈત્ય ભૂમિ, શિવાજી પાર્ક, દાદર તરફ જતા નીચેના રસ્તાઓ પર રવિવારે સવારે 12 વાગ્યાથી 24 કલાકના સમયગાળા માટે ટ્રાફિક નિયમન અને નિયંત્રણ અમલમાં આવશે.

વન વે અને કયા રોડ ટ્રાફિકની અવરજવર માટે બંધ?

  • એસ. કે. બોલે રોડ સિદ્ધિવિનાયક જંક્શનથી પોર્ટુગીઝ ચર્ચ સુધી વન વે હશે ( પોર્ટુગીઝ ચર્ચથી સિદ્ધિવિનાયક જંક્શન સુધી કોઈ પ્રવેશ રહેશે નહીં.)
  • S.V.S. રોડ સિદ્ધિવિનાયક જંક્શનથી યસ બેંક જંક્શન સુધીનો રોડ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે 
  • રાનાડે રોડ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
  • જ્ઞાનેશ્વર મંદિર રોડ તેના જંક્શન એસ. વી. એસ. રોડથી દાદર ચૌપાટી સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
  •  ટેમ્પો સહિતના તમામ ભારે વાહનો, માલવાહક વાહનો (બેસ્ટ બસો સિવાય) ને માહિમ જંક્શનથી એલજે રોડ થઈને ડાયવર્ટ કરવામાં આવશે. રોડ.
Whatsapp-channel Whatsapp-channel

15 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK