લૉરેન્સ બિશ્નોઇ ગૅન્ગ, SRA પ્રોજેક્ટનો વિવાદ કે પછી ધંધાકીય અદાવત... શા કારણે કરવામાં આવી બાબા સિદ્દીકીની હત્યા?
બાબા સિદ્દીકી અને પ્રેસ કૉન્ફરન્સમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ) દત્તા નલાવડે. (તસવીર: શાદાબ ખાન)
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી બે પિસ્ટલ અને ૨૮ બુલેટ જપ્ત કરી
બાબા સિદ્દીકીની હત્યાના કેસ સંદર્ભે ગઈ કાલે મુંબઈ પોલીસે માહિતી આપવા પ્રેસ-કૉન્ફરન્સ લીધી હતી જેમાં પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ) દત્તા નલાવડેએ કહ્યું હતું કે ‘પકડાઈ ગયેલા આરોપીઓ પાસેથી અમે બે ૯.૯ MMની પિસ્ટલ અને ૨૮ બુલેટ જપ્ત કરી છે. હત્યાની આ ઘટનામાં લૉરેન્સ બિશ્નોઇ ગૅન્ગનો જે રોલ છે એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ. એ ઉપરાંત સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) પ્રોજેક્ટમાં થયેલો વિવાદ કે પછી અન્ય કોઈ ધંધાકીય પ્રતિસ્પર્ધી દ્વારા આ હત્યા કરાવવામાં આવી એ બદલ અમે તપાસ ચલાવી રહ્યા છીએ. બાબા સિદ્દીકીને નૉન-કૅટેગરાઇઝ્ડ પોલીસ-પ્રોટેક્શન હતું. તેમની સાથે ત્રણ પોલીસ-કર્મચારીઓ આપવામાં આવ્યા હતા. જ્યારે ઘટના બની ત્યારે એક પોલીસ-કર્મચારી તેમની સાથે જ હતો.’