Baba Siddique Murder Case: પ્રવિણ લોણકર અને તેના ભાઈ શુભમ લોણકરની ધરપકડ કરવામાં આવી છે તે થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હતા
બાબા સિદ્દીકી
બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder Case) બાદ ગઇકાલે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. હવે આ કેસમાં સતત નવા અપડેટ સામે આવી રહ્યા છે. એક પછી એક નવા ગુનેગારોની ઓળખ થઈ રહી છે અને નવા ખૂલસાઓ થઈ રહ્યા છે. હવે રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં હજી એક નવી વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં માસ્ટરમાઇન્ડ શુભમ લોણકરના ભાઈ પ્રવીણ લોણકરની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી અટક કરી હોવાની માહિતી મળી રહી છે.
કુલ છ આરોપીઓ સંકળાયેલા છે આ કેસમાં
ADVERTISEMENT
હવે આ કેસ (Baba Siddique Murder Case)માં કુલ છ આરોપીની ઓળખ થઈ છે. જેમાં ગુરમેલ સિંહ, શિવકુમાર ગૌતમ, ધર્મરાજ કશ્યપ, ઝીશાન અખ્તર, પ્રવિણ લોનકર અને શુભમ લોનકરનો સમાવેશ થાય છે. જેમાંથી આરોપી ગુરમેલ સિંહ, ધર્મરાજ કશ્યપ અને પ્રવિણ લોણકરની પણ ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ માટે શુભમ લોણકરે જવાબદારી લીધી
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં શુભમ લોણકર નામની વ્યક્તિનું નં જોઈ શકાતું હતું. હવે પ્રાપ્ત અહેવાલો અનુસાર તેણે પોતાની જાતને બિશ્નોઈ ગેંગના ભાગ તરીકે ઓળખાવી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી સ્વીકારી છે. અને આ પોસ્ટ તેના ભાઈ પ્રવિણ લોણકરે શેર કરી હોવાની માહિતી સામે આવી છે.
બાબા સિદ્દીકી મર્ડર કેસ (Baba Siddique Murder Case)માં જે પ્રવિણ લોણકર અને તેના ભાઈ શુભમ લોણકરની ધરપકડ કરવામાં આવી છે તે થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હતા. શુભમ લોણકરની આ વર્ષે ફેબ્રુઆરીમાં બિશ્નોઈ ગેંગને હથિયાર સપ્લાય કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.
ક્યાં રહેતા હતા આ બંને અને શું કરતાં હતા?
પ્રાપ્ત અહેવાલો અનુસાર શુભમ લોણકર તેના મૂળ વતનમાં રહેતો હતો. અને તેનો ભાઈ પ્રવિણ લોણકર એ પુણેના વરજે વિસ્તારમાં ડેરી અને કરિયાણાની દુકાન ચલાવતો હતો. અન્ય બે આરોપીઓ શિવકુમાર ગૌતમ અને ધર્મરાજ કશ્યપ પુણેમાં પ્રવિણ લોણકરની ડેરી પાસે આવેલી એક ભંગારની દુકાનમાં કામ કરતા હતા. ધર્મરાજ કશ્યપ અને શિવકુમાર ગૌતમ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી એક પછી એક આ હત્યાની સંડોવણીમાં પુણે પહોંચ્યા હતા. લોણકર ભાઈઓએ કથિત રીતે શિવકુમાર ગૌતમ અને કશ્યપને બાબા સિદ્દીકીની હત્યા કરવા સારુ રાખ્યા હતા.
જીશાન અખ્તર પર ત્રણેય આરોપીને નિર્દેશત કર્યા
Baba Siddique Murder Case: આ સાથે જ જીશાન અખ્તર નામના વ્યક્તિ પર ત્રણેય શૂટર્સને ડાયરેક્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ વર્ષે 7 જૂને જેલમાંથી છૂટ્યા બાદ અખ્તર ગુરમેલ સિંહને મળ્યો હતો. જેલમાં હતા ત્યારે તેને કથિત રીતે બિશ્નોઈ ગેંગના સભ્યો દ્વારા બાબા સિદ્દીકી અથવા તેના પુત્ર ઝીશાન સિદ્દીકીને મારવા માટે કરાર કરવામાં આવ્યો હતો.