Baba Siddique Murder Case: આ પહેલા ગુરુવારે ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ કહ્યું હતું કે તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યાને રાજકીય રંગ ન આપવો જોઈએ.
દેવેન્દ્ર ફડણવીસ અને ઝીશાન સિદ્દીકી (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને અજિત પવાર જૂથવાળી એનસીપીના નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હત્યા લોરેન્સ બિશ્નોઈ (Baba Siddique Murder Case) ગેન્ગ દ્વારા કરવામાં આવી છે. આ તમામ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી જેને પગલે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ તેના પાછળ હોવાનું જણાય છે. બાબા સિદ્દીકીની હત્યા મામલે શુક્રવારે તેમના દીકરા અને બાન્દ્રાના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચ્યા છે. ઝીશાન ફડણવીસના સાગર બંગલામાં પહોચ્યા હતા. ઝીશાને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે પિતાની હત્યા બાદ મોટી માગ કરી હોવાની કહેવામાં આવી રહ્યું છે. જેને પગલે હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઍક્શન મોડમાં આવી ગયા છે.
બાબા સિદ્દીકીની હત્યાની તપાસ દરમિયાન ઝીશાન સિદ્દીકી (Baba Siddique Murder Case) અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક થઈ હતી. આ સાથે બેઠકમાં આ કેસનો દોર ક્યાં સુધી પહોંચ્યો છે? આ અંગે તપાસ કરવામાં જેવા મુદ્દે ચર્ચા થઈ હોવાનું અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન, માહિતી સામે આવી રહી છે કે ઝીશાને પિતાની હત્યા મામલે ન્યાયની અપીલ કરી છે. બિશ્નોઈ ગેન્ગ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે બાબા સિદ્દીકીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે સલમાન ખાનના નજીકના મિત્ર હતા.
ADVERTISEMENT
અજિત પવારના પણ આગમનની ચર્ચા
આજથી થોડા સમય પહેલા બાબા સિદ્દીકીના દીકરા અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી (Baba Siddique Murder Case) સાગર બંગલામાં ખાતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. તેજ સમયે, રાણેએ કુડાલ વિધાનસભા મતવિસ્તારમાંથી દાવો કરવા માટે સાગર બંગલા પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પ્રફુલ પટેલ પણ ફડણવીસને મળવા પહોંચ્યા છે. તેથી આ તમામ બાબતોને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ પહેલા ગુરુવારે ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ કહ્યું હતું કે તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યાને રાજકીય રંગ ન આપવો જોઈએ. તેમના પરિવારને ન્યાય મળવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું. ઝીશાન સિદ્દીકીએ `X` પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના પિતાએ ગરીબ નિર્દોષ લોકોના ઘર અને જીવન બચાવતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. બાન્દ્રા ઈસ્ટ સીટના ધારાસભ્ય (Baba Siddique Murder Case) ઝીશાને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, `આજે મારો પરિવાર તૂટી ગયો છે પરંતુ મારા પિતાના મૃત્યુને રાજકીય રંગ આપવો જોઈએ નહીં અને વ્યર્થ જવા દેવો જોઈએ નહીં. મને ન્યાય જોઈએ છે, મારા પરિવારને ન્યાય જોઈએ છે.’