યોજના અંતર્ગત ૭૦ વર્ષ કે એનાથી વધુ ઉંમરની દરેક વ્યક્તિને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્ય મળી રહે એવી યોજના બનાવવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષ કે એનાથી વધુ ઉંમરની દરેક વ્યક્તિને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્ય મળી રહે એવી યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન વય વંદના કાર્ડ હોવું જરૂરી છે. જૈન જાગૃતિ સેન્ટર (જેજેસી) નૉર્થ-ઈસ્ટ દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવા માટેનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૩૦૦ જેટલાં કાર્ડ તૈયાર થઈ ગયાં છે. આ વય વંદના કાર્ડનું આજે સવારે ૧૧ વાગ્યે જેજેસી નૉર્થ-ઈસ્ટની ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ, હિંગવાલા લેન, ઘાટકોપર-ઈસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૭૫ની ઑફિસમાંથી વિતરણ કરવામાં આવશે. ઘાટકોપરનો કોઈ પણ નાગરિક 98201 91857 નંબર પર વિગત વૉટ્સઍપ કરીને આ કાર્ડ બનાવી શકે છે.