૭૬ વર્ષના ચંદ્રભાઈનું પાંચમી ઑક્ટોબરે અવસાન થયું હતું
ચંદ્ર ખત્રી
લેખક, વક્તા, પ્રકાશક અને મોટિવેશનલ સ્પીકર ચંદ્ર ખત્રીની આજે સાંજે પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. ૭૬ વર્ષના ચંદ્રભાઈનું પાંચમી ઑક્ટોબરે અવસાન થયું હતું. ઘરમાં જ તેમને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. ચંદ્ર ખત્રી ઉમંગ પબ્લિકેશન્સના સ્થાપક, ‘પ્રસન્ન જીવન’ શિબિરના સર્જક તથા ડિજિટલ મૅગેઝિન ‘વન્સમોર’ના તંત્રી હતા. તેમની પ્રાર્થનાસભા આજેસાંજે ચાર વાગ્યાથી ૬ વાગ્યા સુધી શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ, ૩૬/૩૭, બજાજ રોડ, વિલે પાર્લે-વેસ્ટ ખાતે રાખવામાં આવી છે.