BJPના અધિવેશનમાં કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે કહ્યું કે સમજુ મતદારોએ તેમની આવી દશા કરી છે
આશિષ શેલાર
શિર્ડીમાં આયોજિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધિવેશનમાં ગઈ કાલે BJPના મુંબઈ અધ્યક્ષ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે મહારાષ્ટ્રના સૌથી પીઢ નેતા શરદ પવારને નિશાના પર લીધા હતા. આશિષ શેલારે તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘શરદ પવાર કહેતા હતા કે રાજ્યના ખેડૂતોની ઉપેક્ષા કરવા બદલ બળવો કરવામાં આવશે, બંધારણ બદલવામાં આવશે, આરક્ષણ ખતમ કરી નાખવામાં આવશે, ત્રણ રાજ્યમાં BJP વિજયી થઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં પરાજય થશે. શરદ પવારના પક્ષે કોની-કોની મદદ લેવાનું બાકી રાખ્યું? મિત્રપક્ષ તરીકે મહાવિકાસ આઘાડી હોવા છતાં શરદ પવારે કેટલાક ભાટ (રાજકીય પંડિત) પાળ્યા હતા, જે કહેતા હતા કે BJP રાજ્યમાં ૬૦થી વધુ બેઠક નહીં મેળવે. માટલા વેચનારા વેપારીને બોલાવીને સલાહકાર બનાવ્યા. જે હાથ લાગ્યા તેમને શરદ પવારે સલાહકાર બનાવ્યા. બિચારા માટલા વેચનારાને સમજાયું જ નહીં કે તેમને શા માટે સલાહકાર બનાવવામાં આવ્યા છે.
એક સરદારને શિકાર પર જવાનું હતું. આથી તેણે માટલાના વેપારીને પૂછ્યું કે હું શિકાર માટે જાઉં છું, પણ ત્યાં વરસાદ આવશે? વેપારીએ કહ્યું ૧૦ મિનિટ થોભો. હું મારા ગધેડાને પૂછીને કહું છું. ગધેડો જ મને કહેશે કે વરસાદ આવશે કે નહીં. આ જોઈને સરદારે પંડિત અને મટકાના વેપારીને તગેડી મૂક્યા અને ગધેડાને સલાહકાર બનાવ્યો. શરદ પવારના પક્ષની હાલત પણ અત્યારે આ વાર્તાના ગધેડા જેવી થઈ છે. તેમની આ અવસ્થા મહારાષ્ટ્રના સમજુ મતદારોએ કરી છે.’