ઉદ્ઘાટન કરતાં આશા ભોસલેએ કહ્યું હતું કે મને અત્યાર સુધી ઘણાબધા પુરસ્કાર મળ્યા છે, પણ બધા જ પુરસ્કાર કરતાં આ સૌથી મોટો પુરસ્કાર છે.
ઉદ્ઘાટન કરતી વેળાએ આશા ભોસલે
બાંદરા-વેસ્ટમાં રેક્લેમેશન પાસે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની સામેની જગ્યામાં મહાન ગાયિકા આશા ભોસલેના નામના બગીચાનું ગઈ કાલે તેમના જ હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બગીચામાં સુદંર રંગબેરંગી ફૂલો, લાઇટિંગ અને નાનું સ્ટેજ છે. સાથે સાઉન્ડની ફૅસિલિટી રાખવામાં આવી છે. મશહૂર ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષે પાડેલા આશા ભોસલેના વિવિધ ફોટો પણ ત્યાં લગાડવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં આશા ભોસલેનાં ગીતો વગાડવામાં આવશે. ઉદ્ઘાટન કરતાં આશા ભોસલેએ કહ્યું હતું કે મને અત્યાર સુધી ઘણાબધા પુરસ્કાર મળ્યા છે, પણ બધા જ પુરસ્કાર કરતાં આ સૌથી મોટો પુરસ્કાર છે.