BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે BMCના કમિશનરને મળીને કહ્યું...
ભારતીય જનતા પાર્ટીના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલા કૉન્ટ્રૅક્ટને આધારે સાંતાક્રુઝના ભાર્ગવ રોડ પર કૉન્ક્રીટના રસ્તા બનાવવામાં આવ્યા હતા, પણ અમુક મહિનાઓમાં જ એમાં તડ પડી જતાં બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલારે આ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે BJPનાં ભૂતપૂર્વ નગરસેવક હેતલ ગાલા પણ હતાં. આ વિઝિટ વખતે જ આશિષ શેલારે નારાજગી વ્યક્ત કરીને કૉન્ટ્રૅક્ટર સામે ઍક્શન લેવા કહ્યું હતું.
ગઈ કાલે આ જ મુદ્દે મુંબઈ BJPના અધ્યક્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટ ભૂષણ ગગરાણીની મુલાકાત લીધી હતી અને તેમને રસ્તાના કામની ક્વૉલિટીની તપાસ કરવાની સાથે હલકી ગુણવત્તાનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટર સામે કાર્યવાહી કરવા કહ્યું હતું.