તાજ હોટેલમાં આતંકવાદી હુમલા વિશે ફોન પર ખોટી માહિતી આપનાર ૩૬ વર્ષની એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
તાજ હોટેલ
મુંબઈ (પી.ટી.આઇ.) : તાજ હોટેલમાં આતંકવાદી હુમલા વિશે ફોન પર ખોટી માહિતી આપનાર ૩૬ વર્ષની એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ગુરુવારે પોલીસના કન્ટ્રોલ રૂમને આતંકવાદી હુમલા વિશે ફોન મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. ફોન કરનારે પોતાની ઓળખ ગાઝિયાબાદના મુકેશ સિંહ તરીકે આપીને કહ્યું હતું કે પાકિસ્તાનના બે નાગરિકો દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા છે તેમ જ તાજ પર હુમલો કરશે. ૨૬-૧૧ના રોજ પણ આ જ હોટેલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં ફોન કરનાર સાંતાક્રુઝના ગોળીબાર રોડ વિસ્તારમાં રહેતો હતો. તેણે લોકોમાં ગભરાટ ફેલાવવા માટે આ કૉલ કર્યો હતો. તેની ઓળખ જગદંબા પ્રસાદ તરીકે કરવામાં આવી હતી.