Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍપલની iPhone-15 સિરીઝનું વેચાણ શરૂ: મુંબઈમાં પરોઢથી લાગી હતી લાંબી લાઇનો

ઍપલની iPhone-15 સિરીઝનું વેચાણ શરૂ: મુંબઈમાં પરોઢથી લાગી હતી લાંબી લાઇનો

Published : 23 September, 2023 08:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍપલની મોસ્ટ-અવેઇટેડ iPhone 15 સિરીઝનું ભારતમાં ગઈ કાલથી વેચાણ શરૂ થયું છે.

ગઈ કાલે બીકેસીમાં આવેલા ઍપલના સ્ટોર પર વહેલી સવારે ચાર વાગ્યાથી લાઇન લાગી ગઈ હતી.  પી. ટી.આઈ

ગઈ કાલે બીકેસીમાં આવેલા ઍપલના સ્ટોર પર વહેલી સવારે ચાર વાગ્યાથી લાઇન લાગી ગઈ હતી. પી. ટી.આઈ


મુંબઈ (એ.એન.આઇ.) : ઍપલની મોસ્ટ-અવેઇટેડ iPhone 15 સિરીઝનું ભારતમાં ગઈ કાલથી વેચાણ શરૂ થયું છે. iPhone 15 સિરીઝ (iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max) તેમ જ Apple Watch Series 9 અને Watch Ultra 2ની જાહેરાત મંગળવારે ‘વન્ડરલસ્ટ’ ઇવેન્ટમાં કરવામાં આવી હતી.
મુંબઈના બીકેસી ખાતે આવેલા ભારતના સૌપ્રથમ ઍપલ સ્ટોરની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી તો સાકેતમાં દિલ્હીના સિલેક્ટ સિટીવૉક મૉલમાં ઍપલના સ્ટોરની બહાર પણ લોકોએ લાઇન લગાવી હતી. અહીં પ્રથમ ગ્રાહક એવા રાહુલે કહ્યું હતું કે ‘હું સવારે ચાર વાગ્યાથી લાઇનમાં હતો અને પછી ફોન ખરીદ્યો. આ અદ્ભુત અનુભવ હતો.’
મુંબઈના બીકેસી ખાતે આવેલા ઍપલના સ્ટોરની બહાર એક ગ્રાહકે જણાવ્યું હતું કે ‘હું અમદાવાદથી ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાથી અહીં છું. મેં આઇફોન મેળવવા માટે ૧૭ કલાક સુધી રાહ જોઈ.’ 
ગઈ કાલે સાંજ સુધી તો iPhone15ના વેચાણમાં iPhone 14 સિરીઝના વેચાણની સરખામણીએ ૧૦૦ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. iPhone15 અને iPhone 15 Plus બંને વર્ઝન ડાયનૅમિક આઇલૅન્ડ ફીચર સાથે આવે છે જેણે iPhone 14 Pro અને Pro Max વખતે ડેબ્યુ કર્યું હતું. એમાં USB-C ટાઇપ ચાર્જિંગ છે. નવી સિરીઝમાં ઇમ્પ્રૂવ્ડ કૅમેરા સિસ્ટમ પણ છે. આ ઉપરાંત એનું મેઇન કૅમેરા સેન્સર 48-મેગાપિક્સલ છે જે અગાઉના iPhone 14 પર જોવા મળતા 12-મેગાપિક્સલ કરતાં વધારે છે. બંને વર્ઝન પિન્ક, યલો, ગ્રીન, બ્લુ અને બ્લૅક રંગમાં ઉપલબ્ધ હશે.
iPhone15 Pro 128GB સ્ટોરેજ સાથે USD 999થી શરૂ થાય છે અને Pro Max 256GB સ્ટોરેજ સાથે USD 1,199થી શરૂ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2023 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK