ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા દર્દીઓમાં 4-મહિનાના શિશુથી લઈને મોટા બાળકો હતા, જેમાં પિત્તરસ સંબંધી એટ્રેસિયા અને જન્મજાત લીવર રોગ સામેલ છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
નવી મુંબઈની અગ્રણી એવી એપોલો હોસ્પિટલે (Apollo Hospital) આજે એક ખાસ પત્રકાર પરિષદમાં 53 જીવનરક્ષક પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. હોસ્પિટલે આજ સુધીમાં કુલ 170 લીવર કેસ હાથ ધર્યા છે જેમાંથી 34 કેડેવર છે અને 12 આંતરરાષ્ટ્રીય છે. આ સિદ્ધિ હોસ્પિટલે પાંચ વર્ષમાં હાંસલ કરી છે. આ અદ્યતન પેડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની સફળતાનો પુરાવો છે, જેમાં અંતિમ તબક્કાના લીવર રોગથી પીડિત બાળકોને નવજીવન પ્રદાન કરવામાં સફળતા મળી છે.
ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા દર્દીઓમાં 4-મહિનાના શિશુથી લઈને મોટા બાળકો હતા, જેમાં પિત્તરસ સંબંધી એટ્રેસિયા અને જન્મજાત લીવર રોગ સામેલ છે જે લીવરની નિષ્ફળતા તરફ દોરી જાય છે. પેડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટમાં મહામરીના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવેલા દર્દીઓ પણ સામેલ છે. આ અનુભવી પિડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ ટીમને કારણે શક્ય બન્યું છે, જેણે ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા દર્દીઓ માટે સલામતી અને રિકવરી માટે તમામ જરૂરી વૈશ્વિક પ્રોટોકોલનું પાલન કર્યું હતું.
ADVERTISEMENT
એપોલોએ 35 વર્ષથી વધુ અનુભવ ધરાવતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હેપેટોબિલરી પેન્ક્રિએટિક ટ્રાન્સપ્લાન્ટ સર્જન પ્રોફેસર ડેરિયસ મિર્ઝાના ક્લિનિકલ નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં હાલના લિવર પ્રોગ્રામના વિસ્તરણની પણ જાહેરાત કરી છે. પ્રોફેસર ડેરિયસ છેલ્લા 4 વર્ષથી એપોલો હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તેમને યુરોપીયન લિવર ઍન્ડ ઈન્ટેસ્ટાઈન ટ્રાન્સપ્લાન્ટ એસોસિએશન દ્વારા તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ માન્યતા પ્રાપ્ત થઈ છે.
આ સંદર્ભે એપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરપર્સન, સુશ્રી પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ એપોલો માટે ગર્વની ક્ષણ છે કારણ કે અમે પાંચ વર્ષમાં 53 પેડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટનો આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. એપોલો દર વર્ષે ભારતના 15% લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે અને નક્કર રીતે ટ્રાન્સપ્લાન્ટમાં અગ્રણી છે. ટ્રાન્સપ્લાન્ટમાં 3 દાયકાથી વધુના અનુભવ સાથે એપોલોએ 50થી વધુ દેશોના દર્દીઓની સેવા કરી છે. પ્રો. ડેરિયસ મિર્ઝા ફરી એકવાર HPB અને લિવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું નેતૃત્વ કરવા બોર્ડમાં આવવાથી સ્પષ્ટ થાય છે કે અમે શ્રેષ્ઠ એપોલો હોસ્પિટલે પાંચ વર્ષથી ઓછા સમયમાં કર્યા 53 બાળકોના લિવર ટ્રાન્સપ્લાન્ટ, જાણો વિગત તબીબી સારવાર આપવાનું ચાલુ રાખીશું. હું બોમ્બે હોસ્પિટલ સાથેના સહયોગનું પણ સ્વાગત કરું છું, આવા જોડાણો અમને અમારી સેવાઓને મોટા વર્ગ સુધી પહોંચાડવામાં મદદ કરશે.”