Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનથી સસ્તામાં સફરજન મગાવી ઊંચા ભાવે વેચવાની લાલચમાં APMC ફ્રૂટમાર્કેટનો વેપારી છેતરાયો

ઈરાનથી સસ્તામાં સફરજન મગાવી ઊંચા ભાવે વેચવાની લાલચમાં APMC ફ્રૂટમાર્કેટનો વેપારી છેતરાયો

Published : 17 September, 2024 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાયરેક્ટ ઍપલ મગાવશો તો એમાં ડબલ ફાયદો થશે એમ કહીને તેની સાથે ૫૯.૮૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાંડુપમાં રહેતા અને નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં હોલસેલમાં ફ્રૂટનો વ્યવસાય કરતા ૩૫ વર્ષના રમાકાંત તિવારી સાથે સસ્તામાં ઈરાનથી સફરજન મગાવી ઊંચા ભાવે વેચવાના નામે ૫૯.૮૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ APMC પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. આબિદ મીર અને ફારવા રઝા નામના આરોપીઓએ બોગસ ફાઇટોસૅનિટરી પ્રમાણપત્ર રમાકાંતને આપીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


ઈરાનથી બે કન્ટેનર સફરજન મગાવ્યાં છે જે મુંબઈ આવતાં ડબલ ભાવે વેચીશું એમ કહીને પૈસા લેવામાં આવ્યા હતા એમ જણાવતાં APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩ના અંતમાં રમાકાંતની ઑફિસ પર બન્ને આરોપીઓ આવ્યા હતા. તેમણે પોતાનો ઈરાનમાં મોટો વ્યવસાય હોવાનું કહીને જો તમે પણ ઈરાનથી ડાયરેક્ટ સફરજન મગાવશો તો ડબલ ફાયદો થશે એમ કહ્યું હતું. એના પર વિશ્વાસ કરીને રમાકાંત પૈસા આપવા તૈયાર થયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે તેણે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૮૨ લાખ રૂપિયા સફરજન મગાવવા આપ્યા હતા. એમ છતાં કોઈ પ્રકારનો માલ રમાકાંતને મળ્યો હતો. અંતે તેણે આરોપી પાસે વધુ પૂછપરછ કરતાં આરોપીએ ૨૩ લાખ રૂપિયા પાછા આપી દીધા હતા અને બાકીના પૈસા પાછા આપ્યા નહોતા. અંતે તેમણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK