મધ્ય રેલવે પાસે ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની સતત વધતી જતી માગને પહોંચી વળવા માટે રેલવે સ્ટેશનો અને પરિસરમાં સ્ટૉક કરવા અને વેચવા માટે વધુ નવ બ્રૅન્ડનું બૉટલ્ડ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મધ્ય રેલવે પાસે ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની સતત વધતી જતી માગને પહોંચી વળવા માટે રેલવે સ્ટેશનો અને પરિસરમાં સ્ટૉક કરવા અને વેચવા માટે વધુ નવ બ્રૅન્ડનું બૉટલ્ડ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે. આ બ્રૅન્ડ્સની સક્ષમ અધિકારી દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે અને પ્રમાણિત કરવામાં આવે છે.
એથી હવે રેલનીર સિવાય સ્ટેશનો પર અન્ય નવ માન્ય પીવાના પાણીની બૉટલ્ડ બ્રૅન્ડ્સ છે. ઑક્સિમોર ઍક્વા, રોકોકો, હેલ્થ પ્લસ, ગેલન, નિમ્બસ, ઑક્સી બ્લુ, સૂર્ય સમૃદ્ધ, એલ્વિશ, આયોનિટા આ નવી બ્રૅન્ડ્સ હશે. રેલનીર ઉપરાંત પીવાના પાણીની આ બ્રૅન્ડ્સની બૉટલને વેચવાની પરવાનગી આપવામાં આવી છે. રેલનીરનો પુરવઠો અપૂરતો બની રહ્યો છે એટલે નવ બ્રૅન્ડ્સને સ્ટેશનો પર વેચવાની મંજૂરી અપાઈ છે.