વેકેશન બેન્ચે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ શર્માને તેમની પત્નીની સર્જરીના કારણે જામીન આપવામાં આવ્યા હતા
ફાઇલ તસવીર
ઍન્ટિલિયા નજીક ડરાવવા માટે બૉમ્બ મૂકવાના અને વેપારી મનસુખ હિરેનની હત્યાના કેસમાં પકડવામાં આવેલા ભૂતપૂર્વ પોલીસ ઑફિસર પ્રદીપ શર્માના સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ત્રણ સપ્તાહ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. વેકેશન બેન્ચે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ શર્માને તેમની પત્નીની સર્જરીના કારણે જામીન આપવામાં આવ્યા હતા. આ માટે લીલાવતી હૉસ્પિટલ ઍન્ડ રિચર્સ સેન્ટરનું મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમની પત્નીની સારવારના સમયગાળા દરમ્યાન દેખરેખ રાખવા માટે તેમના જામીન મંજૂર કરાયા હતા. પ્રદીપ શર્માને સારવારની વિગતોની માહિતી પણ કોર્ટને સમયાંતરે આપવા માટે જણાવવામાં આવ્યું હતું. સર્જરી કરાવ્યા બાદ તેમની પત્નીને થયેલી સમસ્યાને જોતાં માનવતાના ધોરણે આ જામીન આપવામાં આવ્યા છે.